કોરોના કાળમાં સરકાર દ્વારા અનેક રાહત પેકેજ આપવામાં આવ્યા હતા, ત્યારે હવે ટેક્સ આપનાર મિડલ ક્લાસને નરેન્દ્ર મોદી સરકાર એક મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ આ સંબંધમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મહત્વનુ નિવેદન આપ્યું છે.
ત્યારે એક કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે ટેક્સપેયર્સ રાષ્ટ્ર નિર્માતા છે અને સરકાર તેમના માટે એક ચાર્ટર ઓફ રાઈટ્સ લઈને આવશે.નિર્મલા સીતારમણે જણાવ્યું કે દુનિયામાં અમુક જ એવા દેશ છે જ્યાં ટેક્સપેયર્સ માટે ચાર્ટર ઓફ રાઈટ્સ છે. અને તેમા ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા શામેલ છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે આ ચાર્ટર ઓફ રાઈટ્સમાં ટેક્સપેયર્સના જવાબદારી અને અધિકારોનો ઉલ્લેખ હશે. આ ટેક્સપેયર્સના હિતોનુ ધ્યાનમાં રાખીને આ પ્રયત્ન કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે બજેટમાં ટેક્સપર્સ ચાર્ટરની ઘોષણા કરવામાં આવી હતી. તેને સાંવિધિક દરજ્જો મળવાની આશા છે અને આ નાગરિકોને આવકવેરા વિભાગ દ્વારા સમયબદ્ધ રીતે સેવા સુનિશ્ચિત કરશે.
સીતારામણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા છે અને એક ઈમાનદાર કરદાતા દેશના નિર્માણમાં મદદ કરે છે. તેમણે જણાવ્યું કે, કરદાતાઓ સરકારને સામાજીક કલ્યાણની યોજનાઓ આગળ વધારવામાં મદદ કરે છે જે હકીકતમાં ગરીબોની આજીવિકા માટે મહત્વપૂર્ણ છે.