અત્યારે દેશ અને દુનિયા કોરોના મહામારીનો શિકાર છે, આ વાયરસ ક્યાંથી આવ્યો તેના વિશે આપણે સૌવ જાણીએ છે આ વાયરસના ફેલાવાની શરૂઆત ચીનના વુહાનથી થઇ અને અત્યારે લગભગ આખી દુનિયામાં તેનો ફેલાવો થઇ ગયો છે.
ત્યારે હજી આ વાયરસનો ખતરો ખતમ થયો નથી અને કોરોનાની કોઇ વેક્સિંગ પણ શોધવામાં આવી નથી ત્યારે આ બધાની વચ્ચે દુનિયાના એક પ્રમુખ વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે ચીનમાં એવો માહોલ છે કે જેનાથી કોરોના કરતા પણ વધારે ખતરનાક વાયરસ માણસોમાં આવી શકે છે.
વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન સાથે કામ કરનારી વૈજ્ઞાનિક બ્લૈસજૈકે કહ્યું કે બહું જ આક્રમક રીતે ફાર્મિંગ થઈ રહ્યુ છે. જેનાતી એન્ટીબાયોટિક રેજિસ્ટેંન્સની સાથે સાથે કોરોનાથી પણ ખતરનાખ વાયરસ આવી શકે છે.
મળતી માહિતી મુજબ ચીન બર્ડ ફ્લૂના 2 નવા સ્ટ્રેન સાથે ઝઝૂમ્બી રહ્યું છે આ ઉપરાંત માણસ, ભુંડ અને એવિયન ઈંફ્લૂએન્ઝા વાયરસ સાથે મળીને બનેલા સ્વાઈન ફ્લૂના કેસ ચીનમાં જોવા મળ્યા છે. આ તમામ વાયરસ મળીને ખતરનાક વાયરસ સ્ટ્રેન ઉભો કરે છે.
જાણવા મળી રહ્યું છે કે ચીનમાં રહેલો સ્વાઈન ફ્લૂ વાયરસની ક્ષમતા એવી છે કે માણસના ગળા અને રેસ્પિરેટરી સિસ્ટમ બાઈન્ડ થઈ જશે. તેમણે કહ્યું કે ગત 15 વર્ષમાં ચીનના ફાર્મિંગની રીત ઘણી ઝડપી રીતે બદલી છે. તે પરંપરાગત ફાર્મિંગ છોડીને આક્રમક ફાર્મિંગ કરી રહ્યા છે. જેમાં નિયમોનું પાલન થતું નથી.
ચીન ભુંડના માસનું દુનિયામાં સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ છે. જ્યારે ચીકનમાં બીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે કોરોના પણ તેના વુહાનના જાનવરોના માર્કેટમાંથી આવેલો વાયરસ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.