કોરોના મહામારી દિવસે દિવસે વધી રહી છે, તેની સાથે કોરોના ખૂબ જ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે.તેનાથી સંક્રમિત લોકોનો મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. દુનિયાભરના વિજ્ઞાની કોરોનાની વેક્સિન બનાવવાનાં કામમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાય દિવસોથી વેક્સિન બનવાના સમાચાર આવી રહ્યા છે.
તેની સાથે આ વાયરસ રોકવા માટે લોકોનો ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે.આટલા બધા લોકોનો ટેસ્ટ કરવો એક પડકારથી ઓછું નથી. તેનાં લક્ષણોને ઓળખીને લોકોની તપાસ કરાવી શકાય છે. જોકે તેનાં લક્ષણોમાં રોજેરોજ બદલાવ આવી રહ્યો છે. રોજ નવાં નવાં લક્ષણો જોવાં મળે છે.
આ વાયરસ રોકવા માટે લોકોનો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસનાં નવાં લક્ષણો અંગે જાણકારી આપી છે. જ્યારે કોરોના શરૂ થયો ત્યારે તેના માત્ર આ ચાર લક્ષણો જ હતાં.
સખત તાવ આવવો, સૂકી ખાંસી થવી, ગળામાં બળતરા થવી,શ્વાસ લેવામાં તકલીફ થવી જેમ જેમ કોરોના તેના પગ ફેલાવતો ગયો તેમ તેમ તેનાં નવાં નવાં લક્ષણો સામે આવતાં ગયાં.સતત માથાનો દુખાવો રહેવો,ઠંડી લાગવી,ઊલટી જેવું લાગવું, ચેન ન પડવું,પેટમાં ગરબડ હોય તેમ લાગવું,ખાંસી દરમિયાન કફમાં બ્લડ નીકળવું જોવા કેટલાય નવા લક્ષણો પણ જોવા મળ્યો છે.
તેની સાથે WHOએ ખાવાની વસ્તુઓનો સ્વાદ કે કોઇ વસ્તુની સુગંધ ન આવવી તેને કોરોનાનાં લક્ષણ માન્યાં છે. આ વાયરસનું વારંવાર બદલાતું સ્વરૂપ પણ મેડિકલ જગત માટે એક ચેલેન્જ સમાન છે. તેનાથી બચવા માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે.