યુનિયન ફૂડ મિનિસ્ટર રામવિલાસ પાસવાને સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને જાણકારી આપી કે Consumer Protection Act-2019ને 20મી જુલાઈથી લાગુ કરી દેવામાં આવશે.ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી લીધી છે. ઘણા બધા વેપારીઓ દ્વારા અવારનવાર અલગ અલગ રીતે છેતરપીંડી કરવામાં આવે છે એવામાં કેન્દ્ર સરકાર નવો કાયદો લાગુ કરી રહી છે.
Consumer Protection Act-2019ને 20મી જુલાઈએ લાગુ કરી દેવામાં આવશે જેની જાણકારી કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આપી છે. આ કાયદો 34 વર્ષ જૂના કાયદાનું સ્થાન લેશે. નવા કાયદામાં ગ્રાહકોને વધુ અધિકારો અને સુરક્ષા આપવામાં આવો છે. દેશભરમાં ઉપભોક્તા અદાલતોમાં પેન્ડીંગ કેસ માટે નવા અધિનિયમનું ગઠન કરવામાં આવ્યું છે.
રામવિલાસ પાસવાને જણાવ્યું કે કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પણ ખૂબ જલ્દી કામ શરુ કરી દેશે. તેમણે કહ્યું કે આ જ મુદ્દાઓ પર 20મી જુલાઈએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીશ. આ કાયદાથી છેતરપીંડી જેવી ગતિવિધિઓ રોકવા અને ગ્રાહકોના હિતોની રક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
નવા કાયદામાં ગ્રાહકોને ભ્રામક વિજ્ઞાપન દર્શાવવા પર કાર્યવાહી કરવામાં આવશે,ગ્રાહક દેશના કોઈ પણ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકશે,તેની સાથે નવા કાયદામાં Online અને Teleshoppingને પણ સામેલ કરી દેવામાં આવશે, ઉપરાંત ખાણીપીણીની ચીજોમાં ભેળસેળ કરનાર કંપનીઓ પર દંડ અને જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવશે.
જાહેરહિતની અરજી પણ કન્ઝ્યુમર ફોરમમાં કરી શકાશે,કન્ઝ્યુમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ કરી શકાશે,સ્ટેટ કન્ઝ્યુમર કમીશનમાં એકથી દસ કરોડ અને નેશન કન્ઝ્યુમર કમીશનમાં દસ કરોડ રૂપિયાથી વધુના કેસ દાખલ થશે