નેક રીંગ ટ્રેડીશન મોટાભાગે મ્યાનમારમાં અને થોડીક આફ્રિકન અને એશિયન સંસ્કૃતિઓમાં જોવા મળે છે.આ નેકરીંગને એક જવેલરી નેકલેસ તરીકે પહેરવામાં આવે છે..ઘણી સંસ્કૃતિમાં પુરુષ અને મહિલા બન્ને આ રીંગ પહેરતા જોવા મળે છે.. પરંતુ હવે મોટાભાગે મ્યાનમારની મહિલાઓ આ રીંગ પહેરેલી જોવા મળે છે.. પહેલાના જમાનામાં ગળાના આ આભુષણને ટોર્ક કહેવામાં આવતું હતું જે ફક્ત પુરુષો પહેરતા હતા.. જેને તેમની સંસ્કૃતિની નિશાની અને સંસ્કૃતિમાં ઉંચો દરજ્જો ગણવામાં આવતો હતો. પરંતુ હવે તેને ઐતિહાસિક સંસ્કૃતિની નિશાની તરીકે પહેરવામાં આવે છે.
પહેલાના જમાનાથી જ લાંબી નેકને સુંદરતાની નિશાની ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં લોકો ઘણા ઓપરેશન સર્જરીથી લાંબી નેક મેળવતા હોય છે.. પરંતુ હવે આપણે વાત કરીએ પહેલાના જમાનાની જયારે કોઈ સર્જરી કે ઓપરેશન નહોતા થતા.. ત્યારે ટ્રેડીશનલ રીતે લાંબુ ગળું મેળવવા આ રિંગ્સ પહેરવામાં આવતી હતી.. બોડી મોડીફીકેશન માટે આ રીતને સૌથી જૂની માનવામાં આવે છે..જેને હજુ પણ કેટલાક લોકો ફોલો કરે છે અને ગ્રામ્ય વિસ્તારમાં જ નહી પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ કેટલાક લોકો લાંબુ નેક મેળવવા આ ટ્રેડીશનને ફોલો કરે છે..
આ નેક રીંગની શરૂઆત 11મી સદીમાં થઈ હતી.. આ નેક રીંગ પહેરવાનું લોકોએ કેમ શરૂ કર્યું તેના ઘણા કારણ બહાર આવ્યા છે પરંતુ એવું કહેવામાં આવે છે કે સૌપ્રથમ આ નેક રિંગની શરૂઆત ગ્રામ્ય વિસ્તારના લોકોએ જંગલી પ્રાણીઓ અને ટાઈગર જેવા હિંસક પ્રાણીના હુમલાથી બચવા કરી હતી.. જંગલી પ્રાણીઓ અને ટાઈગર જેવા હિંસક પ્રાણીઓ ગળું પકડીને હુમલો કરે છે જેનાથી બચવા આ નેક રીંગ ટ્રેડીશનની શરૂઆત થઈ હતી..
નેકને પહેલેથી મહિલાની સુંદરતાનું પ્રતિક ગણવામાં આવે છે.. સુંદર નેકથી મહિલાઓ ખુબ આકર્ષિત દેખાય છે.. તેથી કેટલીક સંસ્કૃતિમાં મહિલાઓની નેક ના દેખાય અને બીજા પુરુષો મહિલાઓથી આકર્ષિત ન થાય તે માટે આ રિંગ પહેરવાનો ટ્રેડીશન રાખતા હતા..પરંતુ હવે આ નેક રિંગને જ તેમની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે.. અને તેમની સંસ્કૃતિની ઓળખ પણ માનવામાં આવે છે..
આફ્રિકાની Ndebele જાતિની મહિલાઓ કોપર અને બ્રાસની રીંગ ફક્ત ગણાની આસપાસ જ નહી પરંતુ હાથે અને પગે પણ પહેરે છે..કેટલીક સંસ્કૃતિમાં આ રીંગ મહિલાને તેના પતિ દ્વારા વિશ્વાસ અને પ્રેમની નિશાની તરીકે આપવામાં આવે છે.. અને આ રીંગ પહેર્યા પછી ફક્ત મહિલાના મૃત્યુ બાદ જ રીંગ કાઢવામાં આવે છે..
મ્યાનમાર સંસ્કૃતિની Karen (or Kayan) and Padaung જાતિમાં 5 વર્ષની બાળકીને પહેલીવાર નેકરીંગ પહેરાવવામાં આવે છે..આ રિંગને હંમેશા પહેરવી સરળ હોતી નથી.. આ રીંગ સામાન્ય રીતે પિત્તળની બનેલી હોય છે.. અને શરૂઆતમાં જ આ રિંગનું વજન સાડા ચાર પાઉન્ડ જેટલુ હોય છે અને સમય જતા તેને લાંબી કરતા તેનું વજન વધતું જાય છે.કેટલીક વાર સમય જતા વધારે જાડી નેક રીંગ પહેરવામાં આવે છે.. અને મહિલાઓ આ પસંદ પણ કરે છે કારણકે નેક રીંગ બદલતા સમયે જ તેઓ પોતાની નેક જોઈ શકે છે..
આ રિંગ્સ પહેરવાનું મુખ્ય કારણ નેક લાંબી કરવાનું છે પણ હકીકતમાં નેક એટલી લાંબી થતી નથી પરંતુ નેક રીંગ પહેરવાથી રિંગ્સના વજનથી કોલરબોન્સ પર વજન અને દબાણ આવે છે.. જેથી મસલ્સ સ્ટ્રેચ થાય છે..આ રીન્ગ્સથી મસલ્સ સ્ટ્રેચ થવાથી બોન્ઝ વચ્ચે પણ જગ્યા થાય છે. જેથી નેક લાંબી તો દેખાય છે પરંતુ નેકના મસલ્સ અને બોન્સ નબળા પડે છે.. રિંગ્સ પહેરવાથી તકલીફો ફક્ત ત્યાજ ખતમ નથી થતી પરંતુ આ રીંગ પહેરવાથી સ્કીન પર રેશીશ પણ થાય છે અને સ્કીન ડીસીઝ પણ થઈ શકે છે.. કેટલીક મહિલાઓએ આ રીંગ ખુબ લાંબા સમયથી પહેરી હોવાથી તેમના ગળા પર પરમેનંન્ટ નિશાન જોવા મળે છે..
પહેલા મ્યાનમારની સંસ્કૃતિમાં નેક રિંગ ટ્રેડીશન તેમની ઓળખ હતી..અને જે પણ આ ટ્રેડીશન ન અપનાવે તેને સમાજમાં ગણકારવામાં નહોતું આવતું અને સમાજમાંથી બહાર કાઢવામાં આવતું હતું પરંતુ હવે આ નેક રીંગ ટ્રેડીશન એક ટુરીસ્ટ અટ્રેકશન બની ગયું છે..ઘણી મોર્ડન છોકરીઓએ પણ ફેશન સેન્સ ગણી આ નેક રીંગ આજના જમાનામાં પણ અપનાવી છે.જેમાં સિડની વી સ્મિથ નામની લોસ એન્જલસની મહિલાએ આ નેક રીંગ પહેરવાનો નિર્ણય લીધો હતો..અને તે લોકોમાં જિરાફ ગર્લ તરીકે ખુબ ફેમસ થઈ હતી..