21 દિવસનું લોકડાઉન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉનને 19 દિવસ માટે વધુ લંબાવવામાં આવ્યું છે..વડાપ્રધાન મોદી દ્વારા 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે.
ગાઈડલાઈન્સ પ્રમાણે, દારૂ, ગુટખા, તમાકુના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગાઈડ લાઈન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર સજા અને દંડ પણ થઈ શકે છે. ગાઈડલાઈન્સ પ્રમાણે, લોકોને માસ્ક પહેરવું ફરજિયાત છે.
એટલુ જ નહીં કોઈ પણ સંસ્થા અથવા જાહેર જગ્યાએ પાંચ અથવા તેનાથી વધારે લોકો ભેગા થવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. વર્ક પ્લેસ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા લોકોને પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. .