એવું કહેવાય છે કે ભારતનું છેલ્લું ગામ ખૂબ જ સુંદર છે અને અહીં સ્વર્ગ જવાનો રસ્તો આવેલો છે. કહેવામાં આવે છે કે, આ જ ગામમાંથી પાંડવ સ્વર્ગ ગયા હતા. અને આ ગામ સાથે ઘણા બધા રસપ્રદ કિસ્સાઓ પણ જોડાયેલા છે.
માના ગામ યાત્રાધામ બદ્રીનાથથી ફક્ત ચાર કિલોમીટર દૂર આવેલું છે અને આ ગામ ચીનની સરહદ પર છે. માના ગામનું પૌરાણિક નામ Manibhadra છે. અહીં અલકનંદા અને સરસ્વતી નદીઓનો સંગમ પણ થાય છે. આ ઉપરાંત અહીં વ્યાસ ગુફા, ગણેશ ગુફા અને ભીમપુલ પણ જોવાલાયક સ્થળો છે. કહેવાય છે કે, અહીંથી જ પસાર થઈને પાંડવો સ્વર્ગ ગયા હતા.
આ ગામ સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. એક દંતકથા પ્રમાણે જ્યારે પાંડવો સ્વર્ગ જઈ રહ્યાં હતા ત્યારે તેમણે સરસ્વતી નદી પાસે જવા માટે રસ્તો માંગ્યો હતો. પરંતુ સરસ્વતી નદીએ રસ્તો આપવાની ના પાડી હતી. જેથી ભીમે ભીમે બે મોટા ખડક ઉઠાવીને તેના પર મુકી દીધા હતા અને પાંડવ તેના પર થઈને નદી પાર જતા રહ્યાં હતા. જે જગ્યા આજે ભીમપુલના નામથી ઓળખાય છે.
બીજી એક વાર્તા અનુસાર, જ્યારે ગણેશજી વેદ લખી રહ્યાં હતા ત્યારે સરસ્વતી નદી ખૂબ જ તીવ્રતાથી વહી રહી હતી અને ખૂબ જ અવાજ થઈ રહ્યો હતો. ગણેશજીને નદીને અવાજ ઓછો કરવા માટે આગ્રહ કર્યો, મને મારા કાર્યમાં ખલેલ પહોંચી રહી છે પણ સરસ્વતી રોકાયા જ નહીં. આનાથી નારાજ થઈને ગણેશજી તેમને શ્રાપ આપી દીધો કે, હવે આનાથી આગળ તે કોઈને દેખાશે જ નહીં. જેથી હવે ત્યાંથી આગળ સરસ્વતી નદી અલિપ્ત થઇ જાય છે.
આ સિવાય અહીં વ્યાસ ગુફા પણ આવેલી છે જેની સાથે જોડાયેલી દંતકથા અનુસાર, મહર્ષિ વેદવ્યાસે અહીં વેદ, પુરાણ અને મહાભારતની રચના કરી હતી અને ભગવાન ગણેશ તેમના લેખક બન્યા હતા. એવી માનવામાં આવે છે કે, વ્યાસજી આ જ ગુફામાં રહેતા હતા. અત્યારે આ ગુફામાં વ્યાસજીનું મંદિર બનેલું છે. અહીં તેમની, તેમના પુત્ર શુકદેવ વલ્લભાચાર્ય અને ભગવાન વિષ્ણુની પણ એક પ્રાચીન પ્રતિમા છે.
માનામાં આવેલી ભારતની છેલ્લી ચાની દુકાન પણ આકર્ષણનું કેન્દ્ર છે. ઉનાળાની સીઝન એટલે લે મે મહિનાથી ઑક્ટોબર મહિના દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. યાત્રાધામ બદ્રીનાથની ખૂબ જ નજીક હોવાના કારણે અહીં બદ્રીનાથ ધામના દર્શનના સમયમાં પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે પરંતુ જેવા બદ્રીનાથના દ્વાર બંધ થઈ જાય છે એવું તરત જ અહીં પ્રવાસીઓ આવતા બંધ થઈ જાય છે.