ઘણીવાર ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટને જોઇને આપણા હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂરી રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી.
જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેંટ સમયસર કર્યું નથી અને તેને આગામી મહિના માટે ટાળી દીધું, તો તેના બે નુકસાન છે.જેમાંનું પહેલું છે આગામી મહિને તમારે પુરા પેમેન્ટ સાથે જ વ્યાજ અને પેનલ્ટી પણ ચૂકવવી પડશે.અને બીજુ પુરા પૈસા, વ્યાજ અને પેનલ્ટી આપવા છતાં તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ શકે છે. એ પણ થઇ શકે છે કે આગામી મહિને બિલ એમાઉન્ટ વધી જશે.
તેનાથી સારું છે કે તમે મિનિમમ ડ્યૂ પેમેન્ટ કરી દો. તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલ પર ધ્યાન આપશો તો ટોટલ આઉટસ્ટેડિંગ બિલની સાથે મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પણ લખેલી હોય છે. જો તમે મિનિમમ પેમેન્ટ કરી દેશો, તો બાકી રકમ પર આગામી મહિને વ્યાજ તો આપવું પડશે, પરંતુ કોઇ પેનલ્ટી લાગશે નહી. સાથે તમારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થશે નહી. એટલા માટે ક્રેડિટ કાર્ડનું બિલ વધુ આવી ગયું હોય તો મિનિમમ પેમેન્ટ કરીને આગામી મહિને ખર્ચ પર લગામ લગાવીને તમે પુરૂ પેમેન્ટ કરી શકો છો.
માની લો કે તમારે કોઈ EMI ચાલી રહ્યાં નથી. અને તમે મિનિમમ અમાઉન્ટ ભરો છોતો તમારે માત્ર 5 ટકા પેમેન્ટ કરવાનું છે. 95 ટકા પૈસા બચી ગયા. મિનિમમ અમાઉન્ટ ડ્યુ આપણે સમયસર ભરીએ તો આપણો સીબીલ સ્કોર બગડતો નથી.
મિનિમમ એમાઉન્ટ ડ્યુ ભરો છો તે બાદ જેટલી રકમ ભરો છો તેની ઉપર તમારે ફાઈનાન્સ ચાર્જીસ ચુકવવા પડશે અને ફાઈનાન્સ ચાર્જીસ દરેક બેન્કના 38 થી લઈને 50 ટકા સુધી હોય છે. અને આ ચાર્જીસ તમારી ડ્યુ ડેટથી નહીં ગણાય તમારી વસ્તુની ખરીદી કરી હતી ત્યારથી ગણાશે