જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. જોધપુર નગરમાં જોધપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. જોધપુર શહેર રાજ્ય તેમ જ દેશનાં મહત્વનાં સ્થળો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં પહોંચવાનું સરળ છે. અહીં હવાઇમથક પણ આવેલું છે.જોધપુર અમદાવાદથી લગભગ 460 કિલોમીટર દૂર છે.
જોધપુરમાં લગભગ બધા જ ઘર બ્લૂ કલરના જોવા મળે છે, તેથી તેને બ્લૂ સિટી કહેવામાં આવે છે. જોધપુર: બ્લૂ સિટીના નામથી જાણીતા જોધપુર શહેરને જોવા દેશ અને દુનિયાથી હજારો ટૂરિસ્ટ અહીં રજાઓ વીતાવવા આવે છે. અહીં આપને જણાવી દઇએ કે જોધપુર એકમાત્ર શહેર નથી કે જેને રંગથી ઓળખવામાં આવે છે. આ સિવાય પણ અનેક શહેરો છે જેની ચમક કે ફળોના નામથી તેને ઓળખવામાં આવે છે.
જોધપુરને શા માટે કહેવાય છે બ્લુ સીટી??
ઇ.સ. 1459માં જોધપુરની શોધ રાવ જોધાએ કરી હતી. તે રાઠૌર સમાજની મુખિયા હતી.જોધપુરનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું હતું. આ પહેલાં તે મારવાડના નામે જાણીતી હતી.. રેગિસ્તાનની વચ્ચે હોવાના કારણે પણ જોધપુરમાં ઘરને ઠંડું રાખવાને માટે બ્લૂ કલરથી પેન્ટ કરવામાં આવતા.અહીં લગભગ બ્લૂ કલરથી દરેક ઘર પેન્ટ થયેલા જોવા મળે છે અને તેથી તેને બ્લૂ સિટી કહેવાય છે.
જોધપુરના બ્રહ્મપુરીમાં હોલિવૂડથી લઇને બોલિવૂડની બજેટ ફિલ્મો શૂટ કરવામાં આવી છે. અનેક મોટી કંપનીઓ જાહેરાતોમાં બ્લૂ સિટીના દ્રશ્યો પ્રમુખ રીતે દર્શાવે છે. જોધપુરમાં લગભગ 20 વર્ષ પહેલાં હોલિવૂડની મોટા બજેટની ફિલ્મ ‘જંગલ બુક’નું શૂટિંગ પણ થયું હતું જેણે આખા વિશ્વમાં છાપ છોડી હતી. બોલિવૂડની ‘શુદ્ધ દેશી રોમાંસ’ જેવી અનેક અન્ય ફિલ્મોનું અહીં શૂટ થાય છે..
જોધપુરમાં સૌથી જાણીતી જગ્યા છે મહેરનગઢ ફોર્ટ. અહીંના સુંદર લોકેશન્સને કારણે હોલિવુડની જાણીતી ફિલ્મ ધ ડાર્ક નાઈટ રાઈઝિસનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું હતું. અહીં આધુનિક અને પરંપરાગત જીવનશૈલીનો અદભૂત સમન્વય જોવા મળે છે. હનવંત પેલેસની બાજુમાં રાસ જોધપુર, ગોપાલ રૂફ ટોપ રેસ્ટોરાં અને પિલર્સ રેસ્ટોરાંમાં ઘણુ સારુ ફૂડ મળે છે. એ ઉપરાંત સ્ટ્રીટ ફૂડનો અનુભવ લેવા માટે તમે શાહી સમોસા સ્ટોલની મુલાકાત લઈ શકો છો.