આવી ગયું છે ભાઈ આવી ગયું છે. જેમને પણ દરરોજ કન્ફ્યુઝન રહેતું હોય કે આજે જમવામાં શું બનાવવું તેમની માટે એક જાદુઈ ચિરાગ હાથ લાગી ગયો છે. તમે આજ સુધી ફોનમાં અને કોમ્પ્યુટરમાં AI ના ફીચર વિશે જાણ્યું હશે, પણ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ AI ફીચર ફ્રીઝ, AC, માઇક્રોવેવ અને બીજું ઘણુંબધું.
માથું નથી ખંજવાળવાનું આ બધું લઈને આવી છે સેમસંગ કંપની. હા, તમે સાચું સાંભળ્યું છે.
હવે તમારા ફ્રીઝમાં શુ પડ્યું છે અને તેમાંથી તમે જમવામાં કઈ સારી વાનગી બનાવવી છે એ તમને જણાવશે તમારું ફ્રીઝ અને એટલું જ નહીં સાથે સાથે તમને એ રેસિપી પણ જણાવશે.
છે ને એકદમ જકાસ ફીચર?
સાથે સેમસંગ કંપનીનો દાવો છે કે આ બધી AI ફીચર પ્રોડક્ટ તમારું લાઈટબીલ પણ બચાવવામાં મદદ કરશે. તો મારી બહેનો રાહ કોની જુઓ છો આજથી જ પ્લાનિંગ કરો કે આ ફ્રીઝ લેવા તમારા ઘરમાં બધાને કેવીરીતે માનવશો.
જો આ ફ્રીઝ વિશે વધુ ડિટેલ જોઈએ તો કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ વિડીઓમાં પ્રાઈઝ અને તેના બીજા ફીચર પણ કવર કરી લઈશું.
અરે એક ખાસ વાત તો જણાવવાની રહી જ ગઈ આ ફ્રીઝના દરવાજા પર એક સ્ક્રીન પણ લગાવી છે જેનાથી ફ્રીઝમાં કઈ વસ્તુ પડી છે એ પણ જાણી શકશો અને જ્યારે તમે કોઈ વસ્તુ ફ્રીઝમાંથી કાઢી લેશો તો એ પણ સ્ક્રીન પર બતાવશે.