પોસ્ટ ઓફિસ MIS: પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ નાના રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમાંથી એક યોજનાનું નામ છે માસિક બચત યોજના (પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના). આ સ્કીમ દ્વારા કોઈપણ વ્યક્તિ દર મહિને કમાણી કરી શકે છે. નિયમિત આવક ઇચ્છતા લોકો માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. આ સ્કીમ દ્વારા, તમે 9,250 રૂપિયાની માસિક આવક અને 1,11,000 રૂપિયાની વાર્ષિક આવક મેળવી શકો છો. ચાલો જાણીએ આ સ્કીમ શું છે અને આપણે તેમાં કેવી રીતે રોકાણ કરી શકીએ.
MIS સ્કીમ છે શું?
પોસ્ટ ઓફિસ એમઆઈએસ એક ડિપોઝિટ સ્કીમ છે જેમાં તમે દર મહિને વ્યાજ દ્વારા કમાણી કરો છો. તમે કેટલી કમાણી કરો છો તે તમારી જમા રકમ પર આધાર રાખે છે. ખાતા પર મળતું વ્યાજ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં જમા થાય છે. તમે 5 વર્ષ પછી તમારી ડિપોઝિટ ઉપાડી શકો છો. જો તમે ભવિષ્યમાં પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમે તેમાં રોકાણ કરી શકો છો.
એકલ અને સંયુક્ત ખાતું
આ સ્કીમમાં તમે સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. બે કે ત્રણ લોકો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. ડિપોઝિટ મર્યાદા સિંગલ એકાઉન્ટમાં ઓછી અને સંયુક્ત ખાતામાં વધારે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી પત્ની સાથે સંયુક્ત ખાતું ખોલો છો, તો તમે વધુ જમા કરી શકો છો અને વધુ કમાણી કરી શકો છો.
તમે એક ખાતામાં 9 લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તમારે માત્ર એક જ વાર જમા કરાવવું પડશે અને તમને તેના પર 5 વર્ષ સુધી વ્યાજ મળશે. હાલમાં આ સ્કીમ 7.4 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
કેવી રીતે કમાય છે 1,11,000 રૂપિયા?
જો તમે તમારી પત્ની સાથે આ સ્કીમમાં 15 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને 7.4 ટકા વ્યાજના દરે વાર્ષિક 1,11,000 રૂપિયા અને દર મહિને 9,250 રૂપિયા મળશે. 1,11,000 x 5 = 5,55,000 આ રીતે તમે 5 વર્ષમાં માત્ર વ્યાજમાંથી 5,55,000 રૂપિયા કમાઈ શકશો.
સિંગલ એકાઉન્ટ પર કેટલી થાય છે કમાણી?
જો તમે આ એકાઉન્ટ સિંગલ ખોલો છો, તો તમે વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આવી સ્થિતિમાં, 7.4 ટકા વ્યાજ દર પર, તમે એક વર્ષમાં 66,600 રૂપિયા વ્યાજ મેળવી શકો છો અને દર મહિને 5,550 રૂપિયા કમાઈ શકો છો. આ રીતે તમે માત્ર વ્યાજ દ્વારા 5 વર્ષમાં 3,33,000 રૂપિયા કમાઈ શકો છો.
જાણો કોણ ખાતું શકે છે ખોલાવી ?
દેશનો કોઈપણ નાગરિક પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ખાતું ખોલાવી શકે છે. બાળકના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તો તેના માતા-પિતા અથવા કાનૂની વાલી તેના નામે ખાતું ખોલાવી શકે છે. જ્યારે બાળક 10 વર્ષનું થાય છે, ત્યારે તેને પોતે એકાઉન્ટ ઓપરેટ કરવાનો અધિકાર મળી શકે છે. MIS એકાઉન્ટ માટે પોસ્ટ ઓફિસમાં તમારી પાસે બચત ખાતું હોવું જરૂરી છે. આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ આપવું ફરજિયાત છે.