કોરોના વાયરસના કારણે ઘણા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે ત્યારે આ બધાની વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે, એ છે કે આજે સાંજથી તમે દિલ્હીથી લંડન જવાની ફ્લાઇટ બુકિંગ કરી શકો છો.
હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આજથી ટિકિટ મળવાનું શરૂ થઇ જશે,સરકારી એરલાઇન એર ઇન્ડિયાએ સૂચના આપી છે કે તે આજ સાંજથી લંડનની ફ્લાઇટ બુક કરવાનું શરૂ કરી રહી છે. પોતાના ટ્વિટર હેન્ડલથી એર ઇન્ડિયાએ લખ્યું છે કે મિશન વંદે ભારત અંતર્ગત દિલ્હી અને મુંબઇથી લંડનની સેવા શરૂ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આજે સાંજે 6 વાગ્યાથી આ ફ્લાઇટ્સની બુકિંગ શરૂ થઇ જશે,વંદે ભારત મિશન અંતર્ગત આ સેલા શરૂ કરવામાં આવી રહી છે. તમે પોતાના ટ્રાવેલ એજન્ટની મદદથી પણ લંડનની ટિકિટ બુક કરાવી શકો છો. મુંબઇથી લંડન જતી ફ્લાઇટોને કોચ્ચિથી પણ કનેક્ટ કરવામાં આવી છે. જ્યારે દિલ્હીથી ઉડાન ભરનારી ફ્લાઇટોને અમૃતસર સાથે કનેક્ટ કરવામાં આવી છે.
વધુમાં જાણાવા મળી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન જ એર ઇન્ડિયાએ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન શરૂ કર્યુ હતુ. અત્યાર સુધી એર ઇન્ડિયા અમેરિકા, યુરોપ અને અખાતી દેશોથી અનેક ભારતીયોને પરત લાવી ચુકી છે. વંદે ભારત મિશનના ચોથા ચરણમાં ફ્લાઇટોને અન્ય દેશોમાં પણ શરૂ કરવાની યોજના છે.