કોરોના વાયરસના સંકટ સામે દેશ લડી રહ્યો છે. એવામાં બધા પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. એવામાં કૉર્પોરેટ જગતના માંધાતાઓએ પોતાની તિજોરી ખોલી છે. કોરોના વાયરસથી લડવા માટે દેશ એક થઇ ગયો છે ત્યારે કારોબારીઓ પણ તેમની રીતે યોગદાન કરી રહ્યા છે. જેમાં ચેરિટી માટે જાણીતા ટાટા ગ્રુપ, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સહિત મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને મહિન્દ્રા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે. આવો જાણીએ કોણે કેટલું દાન કર્યું છે.
ફોર્બ્સમાં કયા ક્રમ | નામ | કંપની | સંપત્તિ ( રૂપિયામાં ) | દાન (રૂપિયામાં ) |
1 | મુકેશ અંબાણી | રિલાયન્સ | 3.90 લાખ કરોડ | 500 કરોડ |
56 | વિજય શેખર શર્મા | પેટીએમ | 17 હજાર કરોડ | 500 કરોડ |
2 | ગૌતમ અદાણી | અદાણી | 1.22 લાખ કરોડ | 100 કરોડ |
17 | અઝીમ પ્રેમજી | વિપ્રો | 55 હજાર કરોડ | 1125 કરોડ |
38 | અનીલ અગ્રવાલ | વેદાન્તા ગ્રુપ | 25 હજાર કરોડ | 100 કરોડ |
રતન ટાટા + ટાટા સન્સ | 1500 કરોડ |
ટાટા ગ્રુપ
રતન ટાટા અને ટાટા ગ્રુપ ચેરિટી માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્યારે ટાટા ટ્રસ્ટ દ્વારા 500 કરોડ રૂપિયા અને ટાટા ગ્રુપ કંપની દ્વારા એક હજાર કરોડ રૂપિયા દાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રિલાયન્સ કંપની
રિલાયન્સ કંપની ભારતની ટોચની કંપની છે. ત્યારે કોરોના સામેની જંગમાં પણ અંબાણી પરિવારે પોતાનો ખજાનો ખોલવાનો નિર્ણય લીધો છે. રિલાયન્સ કંપની દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતના સીએમ રીલીફ ફંડમાં 5 -5 કરોડ રૂપિયા તથા બીજા 500 કરોડ રૂપિયા પણ દાન આપવાનો નિર્ણય કર્યો છે, તેમની પત્ની દ્વારા ચાલતું ફાઉન્ડેશન ગરીબોને ભોજન આપવાના કામમાં જોડાયેલું છે. મુંબઈમાં 100 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી રહી છે. મુકેશ અંબાણી હાલમાંમાં દેશમાં સૌથી ધનવાન વ્યક્તિ છે.
પેટીએમ કંપનીએ આપ્યા 500 કરોડ
ઓનલાઇન પેમેન્ટ કંપની પેટીએમ દ્વારા 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. કંપનીના માલિક વિજય શેખર શર્માએ પણ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. ફોર્બ્સની યાદી મુજબ વિજય શેખર શર્મા 56માં સ્થાને છે.
મહિન્દ્રા
ઑટો સેકટરના દિગ્ગજ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ કોરોના વાયરસ માટે પોતાની સેલેરી અપાવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં પોતાના મહિન્દ્રા હોલીડે રિસોર્ટને હોસ્પિટલ તરીકે ઉપયોગમાં આપવાની ઓફર કરી હતી. આ સિવાય પોતાની ફેકટરીમાં કોરોના વાયરસ પીડિતો માટે વેન્ટિલેટર બનાવવાનો પણ સંકલ્પ કર્યો છે.
અદાણી
અદાણી કંપનીના માલિક ગૌતમ અદાણીએ 100 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. ગૌતમ અદાણી વર્ષ 2019ની ફોર્બ્સની યાદી પ્રમાણે દેશમાં બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. આ સિવાય જીન્દાલ કંપનીના માલિક સજ્જન જીન્દાલે પણ 100 કરોડ રૂપિયા દાન કર્યા છે.
વેદાંતા
કોરોના સામેની જંગમાં વેદાંતા ગ્રુપના માલિક અનિલ અગ્રવાલે પણ 100 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ખાસ કરીને તે ગરીબ મજૂરો માટે ચિંતિત છે. અનીલ અગ્રવાલ ફોર્બ્સની યાદીમાં સૌથી અમીર વ્યક્તિમાં દેશમાં 38માં નંબર પર છે.