પાણીના વહેણને રોકીને નદીઓ પર ડેમ બનાવવામાં આવે છે. અને આનો હેતુ એ હોય છે કે પાણીની સગવડ પૂરી કરી શકાય. દુનિયામાં ઘણા મોટા-મોટા અને આકર્ષક ડેમ બનેલા છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. પરંતુ આજે અમે તમને વિદેશના નહિ પણ ભારતના કેટલાક એવા ડેમ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને જોઇને તમને આશ્વર્ય થશે. તો ચાલો જોઈએ…
Salaulim Dam – સલૌલીમ ડેમ:
નદી પર બનેલા આ ડેમ ને જોઇને તમે જ કહો કે કેટલું અદભૂત છે. આ ડેમ ગોવામાં આવેલો છે. આ એવી જગ્યા છે જ્યાં તમે આખો દિવસ પસાર કરી શકો છો કેમકે આને એક પ્રવાસન સ્થળ બનાવી દેવામાં આવ્યો છે. તેની આસપાસ ઘણા ઝરણા પણ બનાવવામાં આવ્યા છે. આ જગ્યા એટલી સુંદર છે કે તમારે એક વખત અંહીની મુલાકાત જરુંર લેવી જોઇએ.
Sardar Sarovar Dam – સરદાર સરોવર ડેમ:
ગુજરાતની નર્મદા નદી પર બનેલા આ ડેમને જોવા માટે પ્રવસિઅઓ દેશ-વિદેશથી આવે છે. આ ડેમની પાસે પ્રવાસીઓ માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે. અને હા હમણા જ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પણ આ ડેમની પાસે બનાવવામાં આવી છે. અને બીજું કે રાત્રીના સમયે ઝગમગતી લાઇટ્સની સાથે આ ડેમ ખૂબ સુંદર દેખાય છે.
Srisailam Dam – શ્રીશૈલમ ડેમ:
કૃષ્ણા નદી પર બનાવવામાં આવેલો આ ડેમ તેલંગાનામાં આવેલો છે તેમજ ખૂબ મોટો છે. ડેમની આસપાસના પહાડી વિસ્તાર તેમજ લીલોતરી જોઇને તમને એવું લાગશે કે અહીંથી પાછા નથી જવું.
Idukki Dam – ઇડુક્કી ડેમ:
આ ડેમ કેરળમાં આવેલો છે, આવો પુલ ખાસ કરીને વિદેશોમાં જ જોવા મળી શકે છે કેમકે એની બનાવટ જ એવી છે કે. આ ડેમની આસપાસનું દ્રશ્ય ખૂબ સુંદર હોય છે.
Tehri Dam – તેહરી ડેમ:
સુંદર પહાડો અને લીલોતરીથી ઘેરાયેલો ભાગીરથ પર બનેલો આ પુલ ઉત્તરાખંડમાં આવેલો છે. આ ડેમને ભારતનો સૌથી ઉંચો ડેમ માનવામાં આવે છે.