ભારતની સૌથી મોટી ઑયલ કંપની ઇન્ડિયન ઑયલ ઇલેક્ટ્રિક વાહનો માટે એક ખાસ સુવિધા લઇને આવી રહી છે. કંપનીએ એલાન કર્યુ છે કે તે ટૂંક સમયમાં જ પેટ્રોલ પંપ પર આ વાહનોને ચાર્જ કરવા માટે બેટરી સ્વેપિંગની સુવિધા આપશે. જે બાદ ઇલેક્ટ્રિક વાહનોને પેટ્રોલ પંપ પર જ સરળતાથી ચાર્જ કરી શકાશે. જો કે હાલ આ સર્વિસ ફક્ત સિલેક્ટેડ શહેરોમાં જ લૉન્ચ કરવામાં આવશે
આ ખાસ સર્વિસ માટે ઇન્ડિયન ઑયલ સન મોબિલીટી સાથે પાર્ટનરશિપ કરશે. આ સર્વિસનું નામ ‘ક્વિક ઇંટરચેંજ સ્ટેશન’ રાખવામાં આવ્યું છે. કંપનીના ચેરમેન સંજીવ સિંહે જણાવ્યું કે ઇન્ડિયન ઑયલ સૌથી પહેલા ચંદીગઢમાં ઇંસ્ટંટ બેટરી સ્વેપિંગની સુવિધાની શરૂઆત કરશે, જે બાદ તેને 20 સ્ટેશનો સુધી એક્સપેંડ કરી શકાશે.
સાથે જ પાયલટ પ્રોડેક્ટ અંતર્ગત ચંદીગઢ, અમૃતસર અને બેંગલોરમાં ત્રણ અન્ય સ્ટેશન પર આ સર્વિસ માટે સેટઅપ કરવામાં આવ્યુ છે. પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત આ ખાસ સુવિધાને નવી દિલ્હી, ગુરુગ્રામ ઉપરાંત અન્ય શહેરો સુધી પણ પહોંચાડવામાં આવશે.
આવું પહેલીવાર કરવામાં આવી રહ્યું છે, તેથી આ વાહનોને ચાર્જ કરવામાં વધુ સમય લાગે છે. કંપનીનું કહેવું છે કે લોકોને ચાર્જિંગમાં ઘણો સમય રાહ જોવી પડે છે. તેથી ઇન્ડિયન ઑયલઆ સર્વિસને શરૂ કરી રહી છે. આ સુવિધાની વાત ઇલેક્ટ્રિક વાહનોને ફક્ત ગણતરીની મિનિટોમાં ચાર્જ કરી શકાશે. સાથે જ આ સર્વિસની શરૂઆતમાં કંપનીનું ફોકસ કમર્શિયલ વાહનો પર છે, જેમાં ઇલેક્ટ્રિક ઑટો, રિક્શા અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સામેલ છે.