કોરોના મહામારી કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે હવે કોરોના વાયરસની મહામારીને કારણે આ સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઘણું બધુ અલગ થઈ રહ્યું છે. લાલ કિલા પર થનારા 15મી ઓગસ્ટના કાર્યક્રમ માટેની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે.
મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવા માટે સવારે લગભગ 7.21 વાગે આવશે. આ પહેલા ધ્વાજા રોહણની રસ્સીને હેન્ડલ કરનારી મહિલા અધિકારીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. લાલ કિલ્લા પર થનારા કાર્યક્રમમાં એ જ જવાનો રહેશે જેમના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય અથવા તો કોરોનાને હરાવીને આવ્યા હોય.
કોરોનાને કારણે આ કાર્યક્રમ ટુંકો રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સેનાની ત્રણેય પાંખના જવાનો ગાર્ડ ઓફ ઓર્નર આપશે. જેમાં લગભગ 22 જવાનો અને અધિકારીઓ હશે. ત્યારે રાષ્ટ્રીય સેલ્યૂટમાં 32 જવાન અને અધિકારીઓ હશે. સાથે દિલ્હીના પોલીસ દવાનો રહેશે.
ત્યારે કોરોનાને લીધે તેઓ 4 લાઈનમાં ઉભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે. પીએમનું ભાષણ 45 મિનિટથી લઈને દોઢ કલાકનું હોઈ શકે છે.સલામી દેનારા જવાનોને ક્વોરેન્ટાઈન કરાયા છે. તેઓ રિહર્સલ અને પરેડની તૈયારીઓમાં ભાગ લઈ સીઘા પોતાના ઘરે જશે.
દિલ્હી પોલીસને મૌખિક આદેશ અપાયો છે. એટલું જ નહીં મોદીની નજીક જઈને ફોટો લેનારા ફોટોગ્રાફર્સનો કોરોના ટેસ્ટ થશે. સરકારી મીડિયા અને એજન્સીઓને બાદ કરતા કોઈ પણ ખાનગી મીડિયાના કેમેરા નહીં હોય.
લાલ કિલ્લા પર રેમપેડ પર આ વખતે ફક્ત 110 લગભગ વીવીઆઈપી અને વીઆઈપી રશે. જ્યાં 400 જેટલા લોકો બેસતા હતા. તમામ સુરક્ષાકર્મીઓને રેપિડ કોરોના ટેસ્ટ બાદ અંદર આવવા દેવામાં આવશે. સ્કુલના બાળકો નહીં આવે.
ફક્ત એનસીસીના 500 બાળકો આવશે જેમની વચ્ચે 6 ફુટનું અંતર રહેશે. ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલાને પગલે એજન્સી સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને તેના માટે ખાસ વ્યવસ્થા અને તૈયારીઓ કરાઈ છે.