કોરોના વિરુદ્ધ લડતના કારણે લાગુ થયેલા લોકડાઉનના કારણે સામાન્ય જનજીવન જાણે થંભી ગયું છે. બીજી બાજુ મહિલાઓ તો અલગ જ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જે મહિલાઓના પતિ પાસે ઘરે રહીને કઈ કામ હોતું નથી તે વારંવાર સેક્સ માટેની ડિમાન્ડ કરતા જોવા મળી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાના દેશમાં રહેતી એક મહિલાએ પોતાની પીડા રજુ કરી છે. તેણે જણાવ્યું છે કે, લોકડાઉનના કારણે તેનો પતિ તેની પાસે વારંવાર સેક્સની ડીમાન્ડ કરી રહ્યો છે. જેના કારણે તે કંટાળી ગઈ છે….
એટલુ જ નહીં આફ્રિકી દેશ ઘાનાની આ મહિલાએ પોતાની હૈયાવરાળ કાઢતા સરકારને લોકડાઉન ઉઠાવવાની અપીલ પણ કરી નાખી છે. વીડિયોમાં તે મહિલાએ દાવો કર્યો છે કે દેશમાં એવી અનેક મહિલાઓ છે જે પોતાના પાર્ટનરની સેક્સ ડિમાન્ડથી પરેશાન થઈ ગઈ છે.
મહિલા વીડિયોમાં કહેતી જોવા મળે છે કે “તમારી ઊંઘ ઉડી નથી કે સેક્સ માટે તૈયાર….તેમને સંતોષીને ખાવાનું બનાવો. તેઓ ખાશે, ટીવી જોશે અને થોડીવારમાં ફરીથી તેમને સેક્સ જોઈએ…ફરી ફરીને સેક્સ…આપણે લોકડાઉનમાં સેક્સ માટે થોડી રહીએ છીએ. આપણે તો આપણા જીવનનો ખ્યાલ રાખવા માટે લોકડાઉનમાં છીએ ને! મારા પતિ વધુ પડતુ સેક્સ કરી રહ્યાં છે.”