ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસના ચેપનો વધતો દર અટક્યો નથી. કોરોનાથી બચવા માટે લોકોને સાબુથી હાથ ધોવા અથવા આલ્કોહોલિક સેનિટાઇઝરથી હાથ સાફ કરવા માટે સલાહ અપાઈ રહી છે. લોકોમાં ચેપનો ભય એટલો પ્રચલિત છે કે તેઓ સેનિટાઇઝરથી તેમના મોબાઈલ ફોન પણ સાફ કરી રહ્યા છે. કેટલાક લોકો ફોનને વાયરલેસ બનાવવા માટે એન્ટી-બેક્ટેરિયલ વેટ-વાઇપ્સનો ઉપયોગ પણ કરી રહ્યા છે. પરંતુ એવા ઘણા લોકો છે જે આલ્કોહોલિક સેનિટાઇઝરથી તેમના ફોનને સેનિટાઇઝ કરી રહ્યાં છે.
કોરોના મહામારીમાં સૌથી વધુ ઉપયોગી છે માસ્ક અને સેનિટાઇઝર જેનો લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા થયો છે. ત્યારે આપણે બહાર જઇને આવતા જ આપણા ફોન, અને બીજી વસ્તુઓને પણ સેનિટાઇઝ કરતા હોય છે.
પરંતુ આ લોકોને સેનિટાઈઝર દ્વારા ફોનને થતાં નુકસાનની જાણકારી નથી. હકીકતમાં, આમ કરવાથી, ફોનની સ્ક્રીન સાથે, હેડફોન જેક અને સ્પીકર પણ ખરાબ થાય છે. એક ખાનગી મોબાઈલ રિપેરિંગ સેન્ટરે કહ્યું હતું કે, ચેપ ફેલાયા પછી મોબાઈલ રિપેરિંગ માટે આવેલા મોટાભાગના લોકો એવા છે કે જેમણે તેમના ફોન આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરથી સાફ કર્યા છે.
જાણવા મળી રહ્યું છે કે સેન્ટરના એક મિકેનિકે કહ્યું કે ઘણા લોકો મોબાઇલને એ સેનિટાઇઝર કરી રહ્યા છે કે સેનિટાઇઝર હેડફોન જેકમાં પ્રવેશ કરી રહ્યું છે. જેના કારણે ફોનમાં શોર્ટ સર્કિટ થાય છે. આ સિવાય સેનિટાઇઝરને કારણે ઘણા લોકોના ડિસ્પ્લે અને કેમેરાના લેન્સ પણ બગડ્યા છે. સેનિટાઈઝ કરવાથી ડિસ્પ્લે પર પીળો ડાગ પડી જાય છે.
જ્યારે મોબાઇલને સાફ કરવા માટે તમે બજારમાં 70 ટકા આલ્કોહોલવાળા મેડિકલ વાઇપ્સનો ઉપયોગ કરી શકો છો. આ વાઇપ્સ દ્વારા તમે ફોનના ખૂણા અને બેક પેનલને યોગ્ય રીતે સાફ કરી શકશો. ઉપરાંત, તે બેક્ટેરિયાને દૂર કરશે.
મોબાઇલને સેનિટાઇરથી સાફ કરતી વખતે સૌ પ્રથમ તો તમારો મોબાઇલ ફોન બંધ કરવો પડશે. આ પછી રૂ લઇને એક સળીયાથી આલ્કોહોલમાં ડૂબાડી દો. હવે આની સાથે તમારા ફોનની સ્ક્રીનને સીધી લાઈનમાં સાફ કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે રૂમાં આલ્કોહોલ હોવો જોઈએ. ફોન સાફ કરવા અંગે તમે તમારા કસ્ટમર કેરની પણ સલાહ લઈ શકો છો. કારણ કે ફોન કંપની અને તમામ કંપનીઓના ડિસ્પ્લે અલગ છે.
લોકડાઉનમાં કેમિસ્ટ સ્ટોર્સ સહિત કેટલાક થોડા સ્ટોર્સ ખુલ્લા છે. તમને અહીંથી એન્ટી બેક્ટેરિયલ ટીશ્યુ પેપર્સ મળશે, જેની મદદથી તમે તમારો ફોન સાફ કરી શકો છો.