હિમાચલ પ્રદેશના કોરોના કાળમાં ખુબ જ મોટી સફળતા મળી છે. હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો દાવો છે કે, હિમાચલપ્રદેશ દેશનો પહેલો એવો રાજ્ય બની ચુક્યું છે.
જ્યાં દરેક ઘરમાં એલપીજી ગેસ કનેક્શન ઉપલબ્ધ છે. સીએમ જયરામ ઠાકુરે આ વાત શિમલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિમાચલ ગૃહીણી સુવિધા યોજનાનાં લાભાર્થી વાતચીત કરમિયાન જણાવ્યું હતું.
સીએમ જયરામનાં કહ્યું કે, માટીના ચુલા પર ખાવું બનાવવું, ખુબ જ કષ્ટકારી છે, તેના કારણે મહિલાઓની સેહત પર પણ અસર પડે છે. તે ઉપરાંત ઇંધણ માટે લાખો પેડો કપાવાને કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચ્યું છે.
તેમણે આગળ કહ્યું કે, આ વાતને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં પીએમ ઉજ્વલ્લા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાએ રાજ્યનાં આશરે 1.36 લાખ પરિવારોને લાભ પહોંચાડ્યો છે.
સીએમ જયરામે કોરોના અંગે વાતચીત કરતા કહ્યું કે, કોરોના મહામારીએ અમારી વાતચીતની પદ્ધતી જ બદલી નાખી છે. આ સાથે જ તેમણે લોકોથી પ્રદેશમાં બહારથી આવેલા હોમ ક્વોરન્ટાઇન લોકો પર પણ નજર રાખવા કહ્યું છે. જેથી ક્વોરન્ટાઇનનાં નિયમોનું ઉલ્લંઘન હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ કેસમાં 1 હજારથી પણ વધારે છે.