મુળ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની અને હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા સુજીલ બકુલભાઈ ખોઝાએ વિદેશમાં પોતાના વતન ડીસાના નામ અનોખી રીતે ગુંજતુ કર્યું છે. ડીસાના વતની સુજીલ બકુલભાઈ ઓઝાએ પોતાની ટેસ્લા કંપનીની કારની નંબર પ્લેટ પર પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘DEESA’ નામ લખાવ્યું છે.
આપણે ત્યાં નવું વાહન લઈએ ત્યારે RTO દ્વારા જેમ પસંદગીના નંબરનો વિકલ્પ છે, તેમ અમેરિકામાં નંબરની જગ્યાએ મહત્તમ 6થી 7 અક્ષરનો એક શબ્દ થાય તે પ્રકારની વાહનની રજીસ્ટ્રેશન પ્લેટ રાખવાની છૂટ હોય છે. મુળ ડીસાના વતની બકુલભાઈ ખોઝાએ ટેસ્લા કંપનીની પોતાની કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘DEESA’ નામ લખાવ્યું છે. આમ બનાસવાસીઓ દુનિયાના કોઇપણ ખૂણામાં વસવાટ કરતા હોય પરંતુ પોતાના વતનને કાયમ યાદ રાખે છે.
ડીસાના વતની અને હાલ સેન્ફ્રેન્સિસ્કો કેલિફોર્નિયામાં રહેતા સુજીલ બકુલભાઈ ખોઝાએ બિઝનેસમાં સારી સફળતા મેળવી એક નવી કાર ખરીદી હતી. ત્યારે તેમણે વિચાર્યું કે, પોતાના વતન માટે શું કરી શકાય. તેથી તેમના પિતાને ખ્યાલ આવ્યો કે, પોતાની નવી ગાડી માટે ડીસા નામની નવી નંબર પ્લેટ બનાવી જોઇયે. તેથી તેમણે પોતાની પહેલી ખરીદેલી કારમાં ‘DEESA’ નામની નંબર પ્લેટ લગાવી છે અને ડીસાના નામને સેન્ફ્રેન્સિસ્કો કેલિફોર્નિયામાં ગુંજતું કર્યું છે. સુશીલ ખોઝાએ જણાવ્યું હતું તે, તેમનું આ એક સપનું હતું. તમે વતનથી દૂર જઈને ગમે તે કામ કરો પરંતુ પોતાના વતન માટે હંમેશા વિચારતા રહો અને વતન ગર્વ અનુભવે તેવું કામ કરતા રહો.
થોડા સમય અગાઉ મુળ પાલનપુરના અને કેલિફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા ડોક્ટર જુબેર સિંધી પણ પોતાની કારને લઇને ચર્ચામાં આવ્યા હતા. તેમણે પોતાની કાર પર ગામનું નામ લખાવીને ગુંજતું કર્યું હતું. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના વતની ડો. જુબેર સિંધીએ હોન્ડા કંપનીની પોતાની એકોર્ડ કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર ‘CHITRSN’ નામ લખાવ્યું હતું.
વિદેશ જતા ભારતિયો પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ અનેક રીતે વ્યક્ત કરતા હોય છે. જેમાં અનેક વિદેશીઓ પોતાની કારની નંબર પ્લેટ પોતાની સરનેમ(અટક) અથવા પોતાની જાતના નામની કે અન્ય સંબંધિત વ્યક્તિના નામની બનાવતા હોય છે, પરંતુ વાપીની એક દિકરીએ પોતાની કારની નંબર પ્લેટ વાપી નામની લઇ વતનનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે.