ગુજરાતમાં કોરોના પીડિતોનો આંકડો ધીમી ગતિએ વધી રહ્યો છે. ત્યારે આજરોજ કોરોના વાયરસને કારણે અમદાવાદમાં વધુ એક મોત નિપજ્યું છે. મૃતક મહિલા 45 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જેમની શહેરની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 5 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર વ્યક્તિને ડાયાબિટીસ પણ હતો. આ વ્યક્તિ ગોમતીપુરમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મૃતકના પરિવારને કોરોન્ટાઇન કરાયો છે અને તેને આ સંક્રમણ ક્યાંથી લાગ્યું એ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.
તેની સાથે ગુજરાતમાં આજે ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 58 થઈ છે. અમદાવાદમાં કોરોનાના ત્રણ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 21 થઈ છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં લગભગ 5 કરોડ લોકો સુધી પહોંચી આરોગ્ય વિભાગે કોરોનાનો સર્વે કર્યો છે અને રાજ્યમાં 24 કલાકમાં કોરોન્ટાઈલનો ભંગ કરનાર 226 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ.
તંત્રએ જણાવ્યું હતું કે, 104 હેલ્પલાઈનમાં રોજના 20 હજાર જેટલાં કોલ આવે છે. રાજ્યના તમામ જિલ્લામાં બે COVID-19 હોસ્પિટલ શરૂ કરાશે.