PM મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા મોટી જાહેરાત કરી હતી જેમાં કોરોના સંકટને સંપૂર્ણ દેશમાં ટાળવા 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરાયું હતું. એટલે કે 14 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન થયું છે. ત્યારે જાણીએ આ લોકડાઉન શું હોય છે અને આ દરમ્યાન શું ચાલું રહેશે અને શું બંધ રહેશે.
શું-શું ચાલુ રહેશે
ડિફેન્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ, ડિઝાસ્ટર મેનેજમે્ટ, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર
શાકભાજી, રેશનિંગ, દવા, ફળોની દુકાન ચાલુ રહેશે
બૅંક, ઈન્સ્યોરન્સ ઓફિસ, ATM
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિકમ મીડિયા
ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ પણ ચાલુ રહેશે
ઈ-કોમર્સ દ્વારા દવા, મેડિકલ ઉપકરણની ડિલીવરી ચાલુ રહેશે
પેટ્રોલ પંપ, LPG પંપ અને ગેસ રિટેલ ચાલુ રહેશે
પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ પણ મળતી રહેશે
હોસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લીનિક, નર્સિંગ હોમ ચાલુ રહેશે
શું-શું બંધ રહેશે
સરકારી અને પ્રાઈવેટ ઓફિસો
રેલ, એરલાઈન્સ અને રોડવેઝની સેવા
તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ
પબ્લિક પ્લેસ જેવી કે મૉલ, જિમ, હૉટલ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ
તમામ રેસ્ટોરન્ટ્સ, દુકાનો (કરિયાણા અને જીવનજરૂરિયાત સિવાય) બંધ રહેશે
ધાર્મિક સ્થળો, તમામ શિક્ષણ સંસ્થાન
અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને મંજૂરી નહીં
તમામ ફેક્ટરી, વર્કશૉપ, ગોડાઉન, સાપ્તાહિક માર્કેટ
શું બંધ કરવામાં આવે ?
લોકડાઉન સમયે સાર્વજનિક પરિવહન સેવા બંધ રહે છે આ સાથે જ હોટલ, રેસ્ટોરેન્ટ, ફૅક્ટરીઓ, વર્કશૉપ, ઑફિસ, ગોડાઉન, અઠવાડિક બજાર બંધ રહેશે. આ સાથે જ જો કોઈ જિલ્લાની સીમા અન્ય રાજ્ય સાથે મળતી હોય તો તેને સીલ કરાશે. એટલે કે બૉર્ડર સીલ કરવામાં આવે છે.
તો વળી એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે દોડતી બસ અને રેલસેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવે છે. મુસાફરોનું વહન કરતી ટૅક્સી-મેક્સી ગાડીઓ અટકાવી દેવામાં આવે છે, જ્યારે કન્સ્ટ્રક્શન કામ પણ રોકવામાં આવે છે અને ગાર્ડન અને પાર્ક પણ બંધ કરવામાં આવે છે.
કોઈ પણ લોકડાઉનમાં ખાનગી વાહનો ચલાવી શકે છે?
કોઈપણ જિલ્લાના લોકડાઉન પછી ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. શરત એ છે કે ખાનગી વાહનોનો ઉપયોગથી લોકોને કોઈ સમસ્યા ન થતી હોય, ખાસ કરીને કોરોના વાયરસના કિસ્સામાં, જો રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થાય તો ભીડને ટાળવાનો હેતુ ન સરે. જો કોઈ ગંભીર માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય તો તેઓ તેમની કાર લઈને બહાર જઈ શકે છે. પરંતુ લોકડાઉન કરવાના સરકારના હેતુની વિશેષ કાળજી લેવાય એ જરૂરી છે.
લોકડાઉન સમયે શું ન કરવું જોઇએ
ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. લોકડાઉનની જાહેરાત પછી, જો ઘરની બહાર કોઈ કારણ વિના એમનેમ નીકળ્યા તો વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી પણ થઇ શકે છે. લોકો તેમના ઘરે રહેવા દરમિયાન સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં ખોટા સમાચાર ફેલાવશો નહીં.
લોકડાઉન શું છે?
લોકડાઉન એક ઇમર્જન્સી સિસ્ટમ છે જે સામાન્ય રીતે એક વિસ્તારમાં લોકોને અટકાવી રાખવા માટે વપરાય છે. સામાન્ય રીતે, આ પ્રોટોકોલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. લોકડાઉનની ઘોષણા સામાન્ય રીતે મોટી દુર્ઘટનાઓથી લોકોને બચાવવાની માટે કરવામાં આવે છે. સંપૂર્ણ લોકડાઉનનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જરૂરી કારણ ન હોય અથવા જ્યાં કોઈ તબીબી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકો તેમના ઘરની બહાર બિલકુલ નીકળી શકતા નથી.
લોકડાઉનમાં સરકારનો ઉદ્દેશ એ છે કે લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો સરકાર દ્વારા સૂચવવામાં આવેલી સિસ્ટમનો અમલ કરવામાં આવે. ચેપ અટકાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવવાના આવતા પગલાંઓનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ગંભીર દર્દી અથવા ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવા હોય, તો પછી આવા ઈમરજન્સી કાર્યો માટે તમને ઘરની બહાર જવાની પરવાનગી છે.