છેલ્લા બે દિવસથી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે… કોરોના વાયરસ ફેલાવાથી આ જમાત દેશભરના નિશાને આવી ગઇ છે… લોકડાઉન છતા અહીં 2000થી વધારે લોકોનું એકઠા થવું સામાજિક જવાબદારી પર સવાલ ઉભા કરી રહ્યા છે. દિલ્હી પોલીસે તબલીગી જમાતના મૌલાના સાદ અને અન્ય વિરુદ્ધ મહામારી કાયદો 1897 હેઠળ કેસ નોંધ્યો છે…
દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ કોરોના વાયરસનું એપીસેન્ટર બની ગયુ છે. તબલીગી જમાતમાં ગુજરાતથી પણ અનેક લોકો પહોંચ્યા હતા. ત્યારે ગુજરાતમાંથી અમદાવાદમાંથી 30 જેટલા દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા લોકોની ભાળ મળી આવી છે તે તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે આ તમામ લોકો દરિયાપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. જેમના રિપોર્ટ કરાઈ રહ્યા છે..જ્યારે ગુજરાતમાંથી આશરે 100 જેટલા લોકો તબલીગી જમાતમાં હાજરી આપવા પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તબલીગી જમાતમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જેમનામાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે…
તબલીગી જમાત એટલે શું છે?
તબલીગીનો મતલબ છે અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરવો. જમાતનો મતલબ થાય છે સમૂહ. એટલે કે અલ્લાહની વાતોનો પ્રચાર-પ્રસાર કરનારને તલબીગી જમાત કહે છે. આ લોકો ઇસ્લામને માને છે. માનવામાં આવે છે કે દુનિયાભરમાં આ જમાતનાં 15 કરોડ સભ્ય છે. ભારતમાં મોઘલ શાસનમાં કેટલાયે લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. છતાં તેઓ હિંદૂ પરંપરા અને રીત-રિવાજ અપનાવી રહ્યાં હતા. ભારતમાં અંગ્રેજોના શાસન પછી આર્ય સમાજે તેમને ફરી હિંદુ બનાવવાનું અભિયાન આદર્યું છે. તો સામે મૌલાના ઈલિયાસ કાંધલવીએ ઈસ્લામના શિક્ષણનું કામ શરૂ કર્યું છે. આ માટે મૌલાનાએ 1926-27માં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતની રચના કરી છે. ફરી હિંદુ ધર્મ અપનાવતા લોકોને ઈસ્લામમાં જ રાખવા એ આ જમાતનું મુખ્ય કામ હતું. તબલીગી જમાતનો મતલબ થાય છે અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરવો. અલ્લાહે કહેલી વાતોનો પ્રચાર કરનારો સમૂહ એટલે તબલીગી જમાત.
મરકઝ એટલે શું?
મરકઝનો મતલબ થાય છે કે તબલીગી જમાતને મળવાનું સ્થળ છે. તબલીગી સાથે જોડાયેલા લોકો પારંપરિક ઈસ્લામ ધર્મમાં માને છે. તબલીગી જમાતનું હેડક્વાટર દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં જ છે. તબલીગી જમાતનું કામ આજે દુનિયાભરના 213 દેશોમાં ચાલી રહ્યું છે. મરકજમાંથી જ અલગ અલગ જગ્યાએ જવા માટે જમાત નીકળે છે. 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ અને 40 દિવસની પણ જમાત હોય છે. એક જમાતમાં 8થી 10 લોકો હોય છે, જેમાંથી 2 લોકો જમવાનું બનાવે છે. જમાતના લોકો સવારે-સાંજે શહેરોમાં નિકળે છે અને લોકોને નજીકની મસ્જિદમાં પહોંચવાનું કહે છે. મસ્જિદમાં લોકો પહોંચે એટલે તેમને રોજા રાખવા અને નમાજ પઢવાનું કહેવાય છે.