ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, આવતીકાલથી GTUની પરીક્ષા શરૂ થશે. તમામ યુનિવર્સિટીની રાબેતા મુજબ પરીક્ષા લેવાશે.
પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે, SP યુનિ અને ટિચર્સ યુનિવર્સિટીની પરીક્ષા લીધી છે. આવતીકાલથી GTUની પરીક્ષાનો પ્રારંભ થશે. પરીક્ષા આપવાની તરફેણમાં 54 હજાર વિદ્યાર્થીઓએ મંતવ્યો આપ્યા છે. માત્ર 900 વિદ્યાર્થીઓએ કહ્યુ પરીક્ષા નથી આપવી. પરીક્ષા પહેલા તમામ વ્યવસ્થા કરી લેવાઈ છે.
કોરોનાને લઈને પરીક્ષા કેન્દ્રો પર તમામ વ્યવસ્થા કરાશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ તકલીફ નહી પડે. તાલુકામથક પર પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે. આવતીકાલથી GTUની પરીક્ષા શરૂ થશે. તમામ યુનિવર્સીટીની રાબેતા મુજબ પરીક્ષા લેવાશે.

GTU દ્વારા લેવાતી પરીક્ષાને લઇ રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે. NSUIએ પત્ર લખી રાજ્યપાલને રજૂઆત કરી છે. પ્રદેશ મહામંત્રી ભાવિક સોલંકીએ રાજ્યપાલને પત્ર લખ્યો છે. NSUIએ કહ્યું કે સંક્રમણ થશે તો કુલપતિ સામે પોલીસ ફરિયાદ થશે. સમરસ હોસ્ટેલોમાં કોવિડ સેન્ટર છે તો વિદ્યાર્થીઓ ક્યાં રહશે.