રાજ્યમાં જ્યાં એક તરફ કોરોનાનો આતંક છે ત્યારે બીજી તરફ પ્રાણીઓના હાલ પર બેહાલ છે, અને તેમા જંગલનો રાજા સિંહ પણ બકાત નથી.છેલ્લા અમુક સમયથી ગીરની અલગ અલગ રેન્જમાં સિંહના મોતને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યાં છે
આ તમામની વચ્ચે ધારી અને ગીર પૂર્વમાં સિંહોના મોતના મામલે વન વિભાગે સ્પષ્ટતા કરી છે. વનવિભાગના સીસીએફે કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં 21 સિંહોના મોત થયા છે. જેમાં સીસીએફ હડાળા માં 2, સાવરકુંડલામાં 2, જશાધારમા 7, તુલસીશ્યામમાં 8 મોત થયા છે. જોકે, સીસીએફે પોતે જ 21 મોત કહે છે અને રેન્જ પ્રમાણે 19 સિંહોના મોત ગણાવે છે. જેના કારણે પોતે જ આપેલા આંકડાઓમાં તફાવત જોવા મળી રહ્યો છે.
તે સિવાય રેસ્ક્યુ કામગીરીને રૂટીન ગણાવી, પરંતુ કેટલા સિંહોના સેમ્પલ લીધા તેનો આંકડો પણ સામે આવ્યો નથી. 14 સિંહો જશાધાર હોસ્પિટલમાં હોવાનો સ્વિકાર કર્યો છે. જેમાં 14 માથી માત્ર બે સિંહોને હિમોગ્લોબીનની ઘટ હોવા છતા 14 સિંહોને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં છે.
બીજી તરફ સક્કરબાગમાં રાખવામાં આવેલ સિહો બાબતે કંઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ માહિતી બાદ ધારી ગીર પુર્વના તમામ સિંહોનો સ્કેનિંગ ચાલતું હોવા છતાં કોઈ ગંભીરતા ન હોવાનો દાવો વન્યપ્રેમી કરી રહ્યાં છે.