જુલાઈના પહેલા જ દિવસે સામાન્ય માણસને આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડીવાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજથી 19 કિલો અને 14.2 કિલોના સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્સ દર વર્ષે બદલાય છે જેને કારણે દરેક રાજ્યમાં એલપીજીના ભાવમાં તફાવત છે.
આ અગાઉ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર રૂ .11.50 રુપિયા મોંઘો થયો હતો. ત્યારે મે મહિનામાં ગ્રાહકોને રાહત મળી હતી. અને તે 162.50 રૂપિયા સસ્તી થઈ હતી.
આઇઓસીએલ વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં 14.2 કિલોગ્રામ નોન સબસિડીવાળા એલપીજી સિલિન્ડર 1 રુપિયો મોંઘુ થઈ ગયું છે. કોલકાતામાં ચાર રૂપિયા, મુંબઇમાં 3.50 રુ અને ચેન્નઈમાં ચાર રૂપિયામાં મોંઘુ થઈ ગયું છે. આ પછી દિલ્હીમાં તેની કિંમત 594 રૂપિયા રાખવામાં આવી છે.
જે અગાઉ રૂ .593 હતી. કોલકાતામાં તેની કિંમત 616 રૂપિયાથી વધીને 620.50 રૂપિયા થઈ. મુંબઇમાં તે 590.50 રૂપિયાથી વધીને 594 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઇમાં તે અગાઉ 606.50 રૂપિયા હતું, જે આજથી 610.50 રૂપિયા થઈ ગયો છે.
જોકે રાહતની વાત એ છે કે 19 કિલો સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોનું સિલિન્ડર 4 રૂપિયા સસ્તુ થઈ ગયું છે. આ પછી તેની કિંમત 1139.50 રૂપિયાથી ઘટીને 1135.50 કરવામાં આવી છે. કોલકાતામાં તેની કિંમત 1197.50 રૂપિયા, મુંબઇમાં 1090.50 રૂપિયા અને ચેન્નઇમાં 1255 રૂપિયા થઈ ગઈ છે.
હાલમાં સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિગ્રાના 12 સિલિન્ડરો પર સબસિડી આપે છે. જો ગ્રાહકો આના કરતા વધારે સિલિન્ડર લેવા માંગતા હોય તો તેઓ તેને બજાર ભાવે ખરીદે છે. ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાય છે. તેની કિંમતો સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર જેવા પરિબળો નક્કી કરે છે.