લોબલ કન્ઝયુમરની દિગ્ગજ કંપની HULના ભારતીય એકમે ગોરા બનાવવાનો દાવો કરતી ક્રીમ ફેર એન્ડ લવલીનું નામ બદલીને ગ્લો એન્ડ લવલી કરી દીધું છે. કંપનીને આ ક્રીમને કારણે ઘણી ટીકા સહન કરવી પડી છે.
કંપનીએ એક અઠવાડિયા પહેલાં જાહેર કર્યું હતું કે, તે ક્રીમનું નામ બદલી નાખશે. હિન્દુસ્તાન યુનિલિવરે કહ્યું કે પુરુષો માટે તેની સ્કિનકેર ક્રીમનું નામ ગ્લો એન્ડ હેન્ડસમ રહેશે. કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે HUL અને એવી પ્રોડક્ટ બનાવતી બીજી કંપનીઓ રંગભેદ વિરોધી અભિયાનના નિશાન બની રહી છે.
હાલમાં જ અમેરિકાની એક મોટી હેલ્થકેર અને એફએમસીજી કંપની જોન્સન એન્ડ જોન્સને બ્લેક લાઇવ્ઝ મેટર સાથે જોડાયેલા દેખાવો બાદ ગોરા બનાવતી ક્રીમ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
હિન્દુસ્તાન યુનિલિવરે ફેર એન્ડ લવલીનું નામ બદલ્યું એ સાથે જ વિવાદ પણ ભડકી ઊઠયો છે. ઇમામીએ પુરુષોના ક્રીમનું નામ ગ્લો એન્ડ હેન્ડસમ રાખવા સામે વિરોધ કર્યો છે. ઇમામીએ એ નામ પર પોતાના ટ્રેડમાર્ક અધિકારનો દાવો કર્યો છે