ફેસબુકની કમાણી દર વર્ષે અબજો રૂપિયામાં થઈ રહી છે. ફેસબુક બે રીતે પોતાની કમાણી કરે છે. પ્રથમ ફેસબુક પર એડ અને કંન્ટેટ પ્રમોશન દ્વારા અને બીજુ તમારા ડેટા દ્વારા. ડેટાના હિસાબે એક અમેરિકી ફેસબુક યુઝરની ફેસબુક પ્રોફાઈલની કિંમત ભારતીય રૂપિયામાં 10,000થી ઉપરની કિંમતમાં થાય છે. ત્યારે હવે એ જાણવું સૌથી વધારે મહત્વનું છે કે, ભારતીય યુઝર્સની પ્રોફાઈલ કેટલાની છે.
ફેસબુક પર તમે એક ડિજીટલ પ્રોડક્ટ બની ચૂક્યા છો.. ઈન્ટરનેટનું ગણિત જેમા ફેસબુક અને તેના જેવી ફ્રિ વેબસાઈટ આપણા ડેટાના માધ્યમથી પૈસા કમાય છે. આપણને વેબસાઈટ તો ફ્રિમાં વાપરવા મળે છે.પણ તે આપણો બધો ડેટા એકઠો કરે છે. બાદમાં આ ડેટા મારફતે આપણા માટે બનેલી એડ બતાવીને પૈસા કમાય છે.
જો કે, આ સાંભળતા જ તમારા મનમાં એક સવાલ ઉભો થશે કે, જો ફેસબુક આપણા ડેટા એટલે કે, આપણી ડિજીટલ ઈમેજથી પૈસા કમાય છે તો, તેની મૂળ કિંમત કેટલી હશે ? સીધી રીતે કહીએ તો, કેટલા રૂપિયાનું છે આપણુ ફેસબુક એકાઉન્ટ. ફેસબુક અકાઉન્ટ ડેટાની આખી ફાઈલ 940 એમબીની હોય અને જો તમે છેલ્લા 10 વર્ષથી ફેસબુક પર છો તો ફેસબુક પાસે તમારી પોસ્ટ, ફોટા સહિત તમામ ડેટા હોય છે. ફેસબુક પાસે બધો જ ડેટા એ પણ હોય છે કે, ક્યારે લગ્ન કર્યા, ક્યારે કોલેજ ગયા, કેટલા દિવસ કોઈની સાથે રિલેશનશિપમાં રહ્યા. ત્યાં સુધી કે, ફેસબુક પાસે એ ડેટા પણ છે કે, તમે ક્યારે કઈ લિંક પર ક્લિક કર્યું હતું. આ તમામનો હિસાબ ફેસબુક પાસે છે. આ તમામ ડેટાને એનેલાઈઝ કરી ફેસબુક આપણા વિશે અમુક પ્રકારના અનુમાન બનાવે છે.
ફેસબુક તમારી પોસ્ટ કરવામાં આવેલી ગતિવિધિઓને એનેલાઈઝ કરી તમારો પસંદ અને નાપસંદનો ડેટા ભેગો કરી દરેક યુઝરનો એક ડેટા તૈયાર કરે છે. જેને સીધો એડવેટાઈઝરને વેચે છે. અમેરિકી લોકોની ફેસબુક પ્રોફાઈલ, સામાન્ય ફેસબુક પ્રોફાઈલની સરખામણીએ પાંચ ગણુ વધારે મોંઘી છે.
એક વર્ષ પહેલાના રેટનો હિસાબ લગાવીએ તો એક અમેરિકીનો વાર્ષિક ડેટા સરેરાશ 200 ડૉલર એટલે કે લગભગ 14 હજાર રૂપિયા થાય છે. જ્યારે સરેરાશ ફેસબુક યુઝર્સ કે જેમાં ભારતીયો પણ શામેલ છે, તેમ ભારતીય યુઝર્સની પ્રોફાઈલ લગભગ 2800 રૂપિયા છે. એટલે સરેરાશ દરેક ભારતીયની ફેસબુક પ્રોફાઈલની કિમત 2800 રૂપિયા છે..
પહેલા ફેસબુકની કુલ કમાણીની વાત કરીએ તો, 30 સપ્ટેમ્બર 2018 સુધી વિતેલા એક વર્ષમાં ફેસબુકની કમાણી લગભગ 52 બિલિયન ડૉલર છે. જે વર્ષના અંતે લગભગ 55 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે.
દિવસે ને દિવસે ફેસબુકની લોકપ્રિયતા ઘટી રહી છે પરંતુ તેના બિઝનેસ પર કોઈ અસર નથી પડી રહી.. વર્ષ 2018 અને 2019માં ફેસબુર ડેટા પ્રાઈવસીના તમામ વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે. તેમ છતાં પણ તેને 2019ના અંતિમ પડાવમાં 6.88 બિલિયન ડૉલરની કમાણી કરી હતી. જેને કારણે તેનો કુલ નફો 30 ટકાથી વધીને 16.64 બિલિયન ડૉલર થયો છે. દરરોજ ફેસબુક વાપરતા લોકો અને મહિનાના હિસાબે ફેસબુક વાપરતા યુઝર્સ બંનેમાં લગભગ 9 ટકાનો વધારો થયો છે. હવે દરરોજ બે કરોડ યુઝર્સ ફેસબુકમાં પર એક્ટિવ રહે છે.