દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગભગ 72 દિવસ સુધી લોકડાઉન રહ્યું. હાલ દેશ ‘અનલોક 1’ના તબક્કામાં છે. મહામારીથી લોકોને બચાવવા માટે સરકાર દરેક જરૂરી પગલા લઈ રહી છે.
આ ક્રમમાં કેન્દ્ર સરકારે ઈએસઆઈ યોજના હેઠળ કોવિડ 19 મહામારીના કારણે આરોગ્ય સેવાઓને વધુ સારી બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે.મીડિયા રિપોર્ટ મુજબ ESIC એ પણ જાહેરાત કરી હતી કે લોકડાઉનના કારણે જે કોઈ કંપની કર્મચારીઓના વાર્ષિક એકાધિકાર ફાળો જમા નહીં કરી શકે તેમના કર્મચારીઓની પણ મેડિકલ સેવાઓ રોકવામાં નહીં આવે.
ESICએ ટ્વીટ કરી માહિતી આપી કે જરૂરિયાત દરમિયાન ESIC તેના લાભાર્થીઓને ICMR દ્વારા માન્યતા પ્રાપ્ત લેબથી COVID-19 નો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપશે.ઉપરાંત, રાજ્ય/કેન્દ્રે તબીબી અધિકારીઓથી વધુ સારા સંકલન માટે દરેક ESIC ઓફિસમાં એક નોડલ અધિકારીને બેસાડ્યો છે. આ સિવાય ESIC હોસ્પિટલમાં ગ્રહ મંત્રાલય દ્વારા જાહેર કરેલ બધી ગાઇડ લાઇન્સનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ ESIC યોજનાનો લાભ એવા કર્મચારીઓને મળે છે જેમની માસિક સેલરી અથવા આવક 21 હજાર રૂપિયાથી ઓછી હોય છે અને જે ઓછામાં ઓછા 10 કર્મચારીઓ વાળી કંપનીમાં કામ કરે છે. આ પહેલા વર્ષ 2016 સુધી માસિક આવકની મર્યાદા 15 હજાર રૂપિયા હતી. જેને 1 જાન્યુઆરી 2017થી વધારી 21 હજાર રૂપિયા કરવામાં આવી હતી.