કોરોનાની કટોકટીમાં લોકોને DTH ઓપરેટરનું બીલ ચૂકવવું પણ ભારે પડી રહ્યું છે. તેમના માસિક બિલને ઘટાડવા માટે DTH ઓપરેટર ટાટા સ્કાયે 15 જૂનથી 70 લાખ કસ્ટમરોની ચેનલ કે પેક કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
આ કવાયતનો ઉદ્દેશ્ય એવા કસ્ટમર્સને જાળવી રાખવાનો છે જેમનું માસિક બિલ 350 રૂપિયા કે તેનાથી ઓછુ છે. કંપની વિતેલા બે મહિનામાં 15 લાખથી વધારે કસ્ટમર્સ ગુમાવી ચૂકી છે. આ કસ્ટમરોએ સબ્સક્રિપ્શન કેન્સલ કરી દીધું છે અથવા તેને રિન્યુ કરાવ્યું નથી. તેમાંથી ઘણા કસ્ટમરોનું કહેવું છે કે તેઓ આ ખર્ચ વહન કરવાની સ્થિતિમાં નથી.
મોટાભાગના કસ્ટમરો મે મહિનામાં ટાટા સ્કાયની વેબસાઇટ કે એપ ઉપર લોંગિન કરનાર 50 લાખ કસ્ટમરોમાંથી 70 ટકા માસિક બિલ ઘટાડવા માટે ચેનલોની સંખ્યા ઘટાડવા ઇચ્છતા હતા. કોરોના સંકટને કારણે નવા ટીવી કાર્યક્રમ બની રહ્યા નથી અને સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ બંધ છે.
તેનાથી દર્શકોનો ટીવીથી મોહ ભંગ થઇ ગયો છે. સાથે જ કોરોના લોકડાઉનથી લોગોની આવક ઉપર પણ ગંભીર અસર થઇ છે. ટાટા સ્કાયના એમડી હરિત નાગપાલે કહ્યુ કે, માર્ચમાં લોકડાઉન લાગુ થયા બાદ 10 લાખ ઇનએક્ટિવ કસ્ટમર્સ અમારા પ્લેટફોર્મ પર પરત આવ્યા હતા. પરંતુ એપ્રિલમાં તેટલી જ સંખ્યામાં કસ્ટમર્સ પાછા જતા રહ્યા અને મે મહિનામા પણ 5 લાખ ગ્રાહકોએ રિચાર્જ કર્યુ નથી.
કંપનીની એનાલિટિક્સ ટીમના મતે રિચાર્જ નહીં કરનાર મોટાભાગના કસ્ટમર્સનું માસિક બિલ 400 રૂપિયાથી ઓછુ છે. નાગપાલનું કહેવુ છે કે કસ્ટમર્સને બિલની ચૂકવણી ભારે પડી રહી છે. આથી અમે કસ્ટમર્સ ગુમાવવાના બદલે અમે તેમના માસિક બિલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
તેમના કેટલાક પેક અને ચેનલ હટાવી દીધા છે. કંપનીની પાસે લગભગ 1.8 કરોડ કસ્ટમર્સ છે. ચેનલોની સંખ્યા ઓછી કરવાથી 60થી 70 લાખ કસ્ટમરોને માસિક 60થી 100 રૂપિયા સુધીની બચત થશે.