કોરોના વાયરસ જે ગતિમાં ફેલાઇ રહ્યો છે,તેવી જ રીતે કોરોના વાયરસની અફવાઓ પણ ફેલાઇ રહી છે, અને આ મહામારીમાં કોરોનાની અફવાઓથી રોક લગાવવા અને કોરોના વાઇરસની મહામારીમાં કેટલાક લોકો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે. જેથી વોટ્સએપ ગ્રુપના એડમીન અને મેમ્બર માટે અમદાવાદ પોલીસે સૂચના બહાર પાડી છે.
વોટ્સએપમાં ખોટી વિગતો, ઉશ્કેરણીજનક મેસેજ વીડિયો, ઓડિયો, પોસ્ટ કરવી નહીં કે ફોરવર્ડ ન કરવી. જો કોઈ આવી વાત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવી. કોરોના વાઇરસ અને કોઈ ધર્મ બાબતે અશ્લીલ અને ભેદભાવવાળી પોસ્ટ ન કરવી. જો આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવશે કે ફોરવર્ડ કરવામાં આવશે તો સજાની જોગવાઈ પણ જણાવવામાં આવી છે.
એડમીને અફવા ફેલાય નહીં તેનું ધ્યાન રાખવું
ગ્રુપ એડમીને ગ્રુપના મેમ્બર વિશ્વાસપાત્ર છે કે નહીં અને ખોટી અફવા ફેલાવે નહી તે ધ્યાન રાખવું. ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ ન થાય તેનું ધ્યાન રાખવું. જો ગ્રુપના સભ્યો ન માને તો માત્ર એડમીન પોસ્ટ કરી શકે તેવા સેટિંગ કરવા જોઈએ. જો કોઈ સભ્ય ગેરવર્તન કે વાંધાજનક પોસ્ટ કરે તો પોલીસને જાણ કરવી. જો આવી કોઇ પોસ્ટ જણાશે તો પોસ્ટ કરનાર વ્યક્તિ કે એડમીન સામે પોલીસ આઇટી એક્ટ મુજબ ગુનો નોંધશે.