દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે જેમાંથી એક ચા પીવાના શોખીન હોય છે તો બીજા કોફીના ચાહકો હોય છે. આજે આપણે અહી કોફી વિશે વાત કરીએ તો દુનિયાભરમાં કોફી પીવાવાળા લોકો અને કોફીના શોખીન લોકો ઘણા છે, જેમને અલગ અલગ વેરાયટીની કોફી વિશે જાણવું અને તેને પીવાનો અનોખો શોખ હોય છે. આજે માંએ તમને અંહિયા દુનિયાની સૌથી મોંઘી કોફી માંથી એક જાકૂ બર્ડ કોફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કોફીનું નામ જેટલું રસપ્રદ છે એવી જ રસપ્રદ અને અલગ રીત તેને બનાવવાની છે. આ કોફી એક હજાર ડોલર પ્રતિ કિલોના ભાવે બજારમાં વંહેચાય છે. એટલે કે ભારતીય કરન્સી મુજબ આ કોફીની કિંમત લગભગ 72-73 હજાર રૂપિયા પ્રતિ કિલો છે.
જાકૂ બર્ડ કોફી દુનિયાની સૌથી દુર્લભ અને મોંઘી કોફીમાંથી એક છે. આ કોફીના નામ સાથે એક પક્ષીનું નામ જોડવામાં આવે છે. આ મોંઘી કોફી સાથે એ પક્ષીનું કનેક્શન પણ ઘણું ખાસ છે. બ્રાઝિલનો કૈમોસિક એસ્ટેટ, બ્રાઝિલનો સૌથી નાનો કોફી પ્લાન્ટેશન છે પણ આ નાના એવા કોફી પ્લાન્ટેશનન આવક ઘણી મોટી છે. તેની પાછળનું એક જ કારણ છે કે ત્યાં જાકૂ બર્ડ કોફી બનાવવામાં આવે છે.
બ્રાઝિલનો કૈમોસિક એસ્ટેટ હેનરીક સ્લોપર ડી અરાઉજો નામના એક વ્યક્તિનું કોફી પ્લાન્ટેશન હતું. બધુ બરાબર ચાલી રહ્યું હતું પણ એ વ્યક્તિ પક્ષીના એક કાફલાથી પરેશાન હતો. એક પક્ષીઓ તેના પ્લાન્ટેશનમાંથી સારા સારા કોફીના બી ખાઈ જતાં અને એના આખા પ્લાન્ટેશનને ખરાબ કરી જતાં. જો કે આ પક્ષીનું નામ હતું જાકૂ, જે બ્રાઝિલની દુર્લભ પક્ષીઓમાંની એક હતી અને તેને ત્યાંની સરકાર દ્વારા સંરક્ષિત કરવામાં આવતી હતી. હેનરીક નામના એ વ્યક્તિએ ઘણી રીતો અજમાવી જોઈ પણ આ પક્ષીઓ તેના પ્લાન્ટેશનમાં આવીને સારા કોફીના બીજ ખાઈ જતાં હતા. અંતે એમને લુવાક કોફી પ્રોસેસનો એમના પ્લાન્ટેશનમાં ઉપયોગ કર્યો.
જો કે લુવાક કોફીને સીવેટ નામના જાનવરના મળમાંથી બી ને પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. બ્રાઝિલના હેનરીકે પણ ત્યાં કામ કરનાર લોકોને વધુ પૈસા આપી ને ત્યાં આવતા જાકૂ પક્ષીના મળમાંથી કોફીના બીન બનાવવા માટે મનાવ્યા. અને અંતે આ રીતે જાકૂ પક્ષીના મળમાંથી કોફીના બીનને અલગ કરીને તેને સરખી રીતે સાફ કરવા માટે તેઓ માની ગયા. આ કામ ઘણું મહેનત વાળું હતું અને કામમાં કોઈ મશીન નહીં પણ દરેક વ્યક્તિઓ તેના હાથે કરતાં હતા. આ જાકૂ પક્ષીઓ બધા સારા સારા જ કોફી બીન્ ખાતા અને એ પછી એમને ખાઈને એમના મળમાંથી જે કોફી ચેરી મળતા એ ઘણા સારી ક્વોલિટીના હોટ. એમાંથી બીન્ મેળવવા માટે ઘણી પ્રોસેસ કરવામાં આવતી અને એ પછી કોફી તૈયાર કરવામાં આવતી. એ કોફીનો સ્વાદ થોડો નટી અને મીઠો હોય છે.