આજે ઘણી યુવતીઓ રૂટિનમાં પણ મેકઅપ કરે છે તો ઘણા પાર્ટી હોય કે પછી લગ્ન કે ઇન્ટરવ્યૂમાં ઇમ્પ્રેશન માટે મેકઅપ કરે છે. જે યુવતી દરરોજ મેકઅપ કરતી હોય અને કોઈ દિવસ આઇલાઇનર કે કાજલ ન કરે તો બીમાર હોય તેવું લાગે છે. તો લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી સ્માઈલ પર ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે, તમારી ખુબસુરતી પાછળ ઘણા પશુઓ જીવ ગુમાવે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે, બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં વધુ પડતી પ્રોડકટ કેમીકલમાંથી બનાવામાં આવે છે જે ફક્ત પશુઓના શરીરમાંથી જ નીકળે છે.
કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર, મેકઅપની વધુ પડતી પ્રોડક્ટ્સ કેમિકલમાંથી બને છે અને કેમિકલ જાનવરોમાંથી કાઢવામાં આવે છે. ઘણી મોટી વિદેશી બ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત પર આ પ્રોડક્ટ્સ બનાવવા પર પ્રતિબંધ છે, પરંતુ ઘણા દેશો આ કરી રહ્યા છે. દુનિયામાં ચીનમાં સૌથી વધુ કોસ્મેટિક્સ માટે જાનવરોનો ઉપયોગ કરવામાં આવે છે.
કોચિનિયલ બીટલ :
રણમાં કેક્ટસની ઉપર લાલ કીડાઓ ઘણીવાર દેખાશે. જેને કોચિનિયલ બીટલ કહેવામાં આવે છે. તેઓ લાલ રંગનું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ લિપસ્ટિક, બ્લશ, આઇશેડો બનાવવા માટે થાય છે.
માછલીની ચામડી:
માછલીની ચામડીમાંથી ગ્વાનિન નામનું કેમિકલ નીકળે છે. તે ગ્લિટર મસ્કરા, હાઈલાઈટર, આઈશેડો, નેઈલ પોલીશ અને ગ્લોસી લિપસ્ટિક બનાવે છે.
શાર્કનું લિવર :
શાર્કના યકૃતમાંથી સ્ક્વેલિન કાઢવામાં આવે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જે ત્વચાને કરચલીઓથી બચાવે છે. તેનો ઉપયોગ ઘણી પ્રકારની સ્કિન પ્રોડક્ટ્સમાં થાય છે. તે લિપ બામ, ડિઓડરન્ટ અને ટેનિંગ ઓઇલ પણ ઉત્પન્ન કરે છે.
ઘેટાંના વાળ:
જો તમને લાગે છે કે ઘેટાંના વાળમાંથી ઊન બને છે તો તમે ખોટા સાબિત થઇ શકો છો. તેમના વાળમાં લેનોલિન હોય છે, જે ત્વચાને નરમ બનાવે છે. લેનોલિનનો ઉપયોગ લિપ બામ, ગ્લોસ, હેર કંડિશનર, ફેસ ક્રીમ અને બોડી મોઇશ્ચરાઇઝરમાં કરવામાં આવે છે.
લાખ જંતુ:
લાખ નામનો કીડો પીપળ, પલાશ, કેરી, શીશમ જેવા અનેક વૃક્ષો પર જોવા મળે છે. આ જંતુમાંથી પીળા કલરની લાળ નીકળે છે. તેની ચમકને કારણે તેનો ઉપયોગ નેલ પોલીશમાં થાય છે.
પેટાના જણાવ્યા અનુસાર, દુનિયામાં દર વર્ષ 20 લાખ જાનવર કોસ્મેટિક્સના ટેસ્ટિંગથી જીવ ગુમાવે છે. જેમાં ઉંદર, કુતરા, બિલાડી, સસલા, માછલી સહિત અનેક જાનવરો છે.
જો ભારતની વાત કરવામાં આવે તો વર્ષ 2020માં નવા સૌંદર્ય પ્રસાધનોના નિયમ પછી પ્રાણીઓમાંથી બનેલા અથવા તેના પર પરીક્ષણ કરાયેલા મેકઅપ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમની આયાત પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. આવું કરનાર ભારત દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે.