દેશ અને દુનિયામાં ફેલાયેલા કોરોના મહામારી સામે લડવા માટે અત્યારે માસ્ક અને સેનિટાઇઝર ખૂબ જ ઉપયોગી છે ત્યારે માસ્ક અત્યારે સ્ટાઇલ સ્ટેમેન્ટ બની ગયુ છે,સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સાવચેતી પણ રાખી રહ્યા છે.
આપણે સૌવ જાણીએ છે કે કોરોના કાળમાં માસ્કની માગમાં વધારો થયો છે. તેથી હવે માસ્ક પહેરવું પણ એક ટ્રેન્ડ બની રહ્યું છે. માસ્ક કંપનીઓ પણ અલગ-અલગ અને નવીન માસ્ક બનાવી રહી છે.
એવી જ એક કંપની ઇઝરાઇલની છે જે એક એવું માસ્ક બનાવી રહી છે. જે આખી દુનિયામાં સૌથી મોંઘુ માસ્ક હશે. માહિતી મુજબ ઇઝરાઇલી જ્વેલરી કંપની ગોલ્ડ અને ડાયમન્ડથી આ માસ્ક બનાવી રહી છે. જેની માર્કેટ વેલ્યૂ 1.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 11 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ આ માસ્કને બનાવનાર ડિઝાઇનર આઇજેક લેવીનું કહેવું છે કે આ માસ્ક 18 કેરેટના સોનાથી બનશે. માસ્કને 3,600 સફેદ અને કાળા હીરાઓથી શણગારવામાં આવશે. સાથે જ માસ્કને ટોપ રેટેડ N99 ફિલ્ટરથી શણગારવામાં આવશે.
તેની સાથે જ 270 ગ્રામ એટલે કે લગભગ અડધો પાઉન્ડ વજન હોવાના કારણે આને પહેરવું થોડું મુશ્કેલ થશે. આનું વજન સર્જિકલ માસ્કથી લગભગ 100 ગણું વધારે હશે.