વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કોરોનાની મહામારી અંગે ચેતવણી જાહેર કરી છે. WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથે એક ડિજિટલ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોરોનાવાઈરસને કંટ્રોલ કરવામાં 5 વર્ષનો સમય લાગી શકે છે. તેમણે કહ્યું, 4-5 વર્ષમાં અમે તેના પર કાબુ મેળવી શકીશું.
તેમને જણાવ્યું કે જે વાઈરસને પરિપક્વ બનાવે છે. વેક્સીન તૈયાર કરવી એ એક સારો વિચાર છે પરંતુ સંક્રમણને ફેલાતો રોકવા માટે ઉપાય કરતાં રહેવું પડશે.
વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથન કહે છે કે વેક્સીન તૈયાર કરવાનો એકમાત્ર રસ્તો છે પરંતુ તેને લઈને પણ ઘણા સવાલો છે, જેમ કે, તે કેવી રીતે કામ કરશે, તે કેટલી સુરક્ષિત હશે. તે ઉપરાંત વેક્સીન મોટા પાયે બનાવવામાં આવશે કે નહીં અને તે સમાન રીત તે બધા માટે ઉપલબ્ધ હશે કે કેમ. આવા તમામ પ્રશ્નોના જવાબો બાકી છે.

વાઈરસના જોખમનું વિશ્લેષણ અને લોકડાઉનના ફાયદાઓથી એ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નવી પરિસ્થિતિઓ કેટલી સામાન્ય થઈ છે. નીતિ તૈયાર કરનારાઓ માટે આ સૌથી મોટો પડકાર છે.