સરકારની તરફથી કોરોના વાયરસ પર પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે ગ્રામીણ ક્ષેત્રોમાં અર્થવ્યવસ્થાની ગતિને બનાવી રાખવા માટે કૃષિ કાર્યોની મંજૂરી અપાઇ છે. વરિષ્ઠ નાગરિકોની બેક સાઇડ અટેન્ડેડ અને દેખભાળ સેવાઓને પ્રતિબંધોથી છૂટ અપાઇ છે.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુસાર, પ્રીપેડ મોબાઇલ રિચાર્જની દુકાનો, શહેરોમાં દૂધ અને બ્રેડ ફેક્ટરીઓ અને દાળ-લોટ મિલોને છૂટ આપવામાં આવી છે. પુસ્તકો અને વીજળીના સામાનની દુકાનોને પણ છૂટ અપાઇ છે. પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે રોડ નિર્માણ અને ઇટ ભટ્ટા પણ ખુલી શકશે.
ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, રાજ્યોને નિર્દેશ અપાયો છે કે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને પૂર્ણ સુરક્ષા આપવામાં આવે. જ્યારે ગરમીને જોતા વીજળીના પંખા અને વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરીની દુકાન ખોલવાની મંજૂરી અપાઇ છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક છૂટ અપાઇ છે. જ્યારે રોડ-રસ્તાનું નિર્માણ કાર્ય, ઇંટ ભઠ્ઠામાં સારી રીતે કાર્ય થઇ રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જ્યારે દેશના 78 જિલ્લામાં ગત 14 દિવસથી કોઇ કોરોના વાયરસ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત 9 રાજ્યોના 33 જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.