નવા મહિનાની શરૂઆતમાં જ દરેક વ્યક્તિને કેશ કાઢવા માટે ATM જવું પડે એ સ્વાભાવિક છે. આ સમયે જો તમે પણ કેશ વિડ્રોઅલ માટે ATMમાં જવાનું વિચારી રહ્યા છો તો ડરવાને બદલે થોડી સાવધાની રાખો. જો તમે આ નાની વાતોનું ધ્યાન રાખી લેશો તો તમે કોરોનાથી બચી શકશો અને તમને આર્થિક તંગી પણ નહીં પડે.
જો તમે ATMમાં જાઓ છો તો સૌ પહેલાં મોઢું ઢાંકો અને સાથે જ સેનેટાઈઝરથી હાથ સાફ કરી લો, હાથમાં શક્ય હોય તો ગ્લવ્ઝ પહેરી લો. જેથી તમે જ્યારે ATMના પિન નંબર નાંખશો કે અન્ય જગ્યાએ અડશો ત્યારે તેના વાયરસ તમને લાગશે નહીં. જ્યારે તમે રૂપિયા કાઢી લો ત્યારે તમે ગ્લવ્ઝ ફેંકી દો અને સાથે જ ફરીથી તમારા હાથ સેનેટાઈઝરથી સાફ કરી લો.
શક્ય હોય ત્યાં સુધી વિચારો કે તમારે ATMનો ઉપયોગ ન કરવો પડે. તમે શક્ય તેટલું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો અને સાથે જ તમારી અન્ય ફ્લોટિંગ કેશને હાલમાં વાપરીને કામ ચલાવી શકો છો.
તમારી સાથે વેટ વાઈપ્સ અને ટિશ્યૂ લઈને ઘરની બહાર જાઓ, ATMમાં લાઈનમાં ઊભા રહેતી સમયે મોઢા, નાક અને ચહેરાને અડવાથી બચો. લાઈનમાં લોકોની સાથે એક મીટરનું અંતર રાખો.
હાલમાં ડિજિટલ સિસ્ટમ સંપૂર્ણ રીતે સારી છે. શક્ય હોય ત્યાં સુધી તમામ પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શન ઓનલાઈન જ કરો.