સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. એવામાં મોટાભાગના દેશ ચીન પર આંગળી કરી રહ્યા છે પરંતુ ચીન આ વાયરસ ફેલાવવામાં પોતાની ભૂમિકાને નકારે છે. હવે ત્યાં કોરોના બિમારીથી જોડાયેલા એક રિસર્ચરની હત્યા બાદ ફરીથી પ્રશ્નો ઊઠવા લાગ્યા છે.
દાવા પ્રમાણે પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરમાં કામ કરનાર રિસર્ચર ડૉક્ટર બિંગ લિઉએ કોરોના વાયરસને લઇને કોઇ ખૂબ જ મોટી શોધ કરી લીધી હતી. બિંગ લિઉ એને સાર્વજનિક કરવાના હતા કે એ પહેલા એમની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી. એવામાં પ્રશ્ન એવા ઊઠી રહ્યા છે કે શું એ કંઇક એવું જણાવવાના હતા જે ચીનમાં કેટલાક લોકો નહતા જાણતા
જાણવા મળી રહ્યું છે કે તેમને કોરોના વાયરસને લઇને મોટી શોધની નજીક પહોંચી ગયા હતા અને એ જલ્દીથી એની સારવાર શોધવાના હતા.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 53,049 થઈ ગઈ છે અને 1,758 લોકોના મોત થયા છે. અત્યાર સુધી દેશમાં 15,331 લોકો સાજા થયા છે. ગૃહ મંત્રાલયના સચિવ અજય ભલ્લાએ બુધવારે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાને ચિઠ્ઠી લખી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જેટલી વસ્તી છે તેના પ્રમાણમાં ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે અને ડેથ રેટ વધારે છે. ભીડભાડ વાળા વિસ્તાર પર રેન્ડમ ટેસ્ટિંગની જરૂર છે.
સંક્રમણની દેખરેખ અને ટેસ્ટિંગ બધું ઓછું છે. પત્રમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, ‘કોલકાતા અને હાવડામાં ઘણા અન્ય સ્થળો પર લોકડાઉનનું ઉલ્લંઘન થયું. કોરોના વોરિયર્સ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. લોકડાઉનનું કડકાઈથી પાલન જરૂરી છે
કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 7 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.