કોરોના વાયરસ સંક્રમણના કારણે દર્દીની મોત કેવી રીતે થાય છે તેનું કારણ હવે વૈજ્ઞાનિકોને સમજાઇ ગયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોવિડ 19 કારણ મુખ્યરૂપે રોગ પ્રતિરોધક ક્ષમતાના વધુ સક્રિય હોવાના કારણે થાય છે. પત્રિકા ફંટિયર્સ ઇન પબ્લિક હેલ્થમાં પ્રકાશિત અધ્યયનમાં અનુસંધાનકર્તાઓએ ક્રમપૂર્વક આ જાણકારી સમજાવી છે.
આ વાયરસ સૌથી પહેલા શ્વાસ માર્ગેને સંક્રમિત કરે છે. પછી કોષિકાઓની અંદર બહુ જલ્દી વધી જાય છે. અને ગંભીર કેસમાં પ્રતિરોધી ક્ષમતા અતિસક્રિય કરી દે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને સાઇટોકાઇન સ્ટોમ કહેવાય છે.
સાઇટોકાઇન સ્ટોર્મ શ્વેત રક્ત કોષિકાઓની અતિસક્રિયતાની સ્થિતિ છે. આ સ્થિતિમાં મોટી માત્રામાં સાઇટોકાઇન લોહીમાં ઉત્પન્ન થાય છે.
ખૂબ જ ઝડપથી વિકસિત સાઇટોકાઇન અત્યાધિક માત્રામાં લિમ્ફોસાઇટ અને ન્યૂટ્રોફિલ જેવી પ્રતિરક્ષા કોષિકાને આકર્ષિત કરે છે. જેના કારણે કોષિકાઓ ફેંકસામાં પ્રવેશ કરી તેને નુક્શાન પહોંચાડે છે. અનુસંધાનકર્તાઓનું કહેવું છે કે સાઇટોકાઇન સ્ટોર્મમાં તેજ તાવ અને લોહી જમાઇ જવાની સ્થિતિ પેદા થાય છે.
શ્વેત રક્ત કોષિકા સ્વાસ્થ ટીસ્યૂ પર હુમલો કરી ફેંફસા, હદય, યકૃત, આંતરડા, જનનાંગ પર અસર કરે છે જેના કારણે તે કામ કરતા બંધ થઇ જાય છે. અને એક સાથે અનેક અંગોના બંધ થતા ફેંફસા પણ કામ કરવાનું બંધ કરે છે.
આ સ્થિતિને એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કહેવાય છે. અનુસંધાનકર્તાનું કહેવું છે કે કોરોના વાયરસથી સૌથી વધુ મોત શ્વસન પ્રણાલી સંબંધી મુશ્કેલીઓના કારણે થાય છે.