કોરોના મહામારીથી આખો દેશ પરેશાન છે ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે,ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોવિડ-19 વેક્સિનના પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે.
ત્યારે મળતી માહિતી મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સિનની 6 શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે.
ભારતના 12 સેન્ટરોમાં 375 વોલેન્ટિયર્સ પર કોરોના વાયરસ રસીનું પરિક્ષણ થઈ રહ્યું છે. દરેક વોલેન્ટિયરને રસીના બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે અને તેમના પર નજર પણ રાખવામાં આવી રહી છે.
આપને જણાવી દઇએ કે પીજીઆઈ રોહતકમાં ચાલી રહેલી ટ્રાયલના ટીમ લિડર સવિતા વર્માએ કહ્યું કે વેક્સિન સુરક્ષિત છે. અમે જેટલા પણ વોલેન્ટિયર્સને આ વેક્સિન આપી છે તેમનામાંથી કોઈને પણ તેની વિપરિત અસર થઈ નથી.
વોલેન્ટિયર્સને હવે બીજો ડોઝ આપવાની તૈયારી થઈ રહી છે. આ અગાઉ તપાસકર્તા વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ કલેક્ટર કરી રહ્યાં છે. બ્લડ સેમ્પલની તપાસથી વેક્સિનની ઈમ્યુનોઝેનિસિટીનું પરિક્ષણ કરવામાં આવશે.
સુરક્ષિત કોરોના વાયરસની વેક્સિન બનાવવાની આ દોડમાં ભારત પણ સામેલ છે. સરકાર પોતે આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. કોવેક્સિન ભારતની પહેલી વેક્સિન છે અને ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી વિક્સિત થઈ છે.