દેશ અને દુનિયામાં અત્યારે કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે,ત્યારે કોરોના વેકસીને લઇને પણ રોજ કોઇને કોઇ ખબર આવતી હોય છે,દુનિયામાં અત્યારે 100થી વધારે દેશનાં વૈજ્ઞાનિકો કોરોના મહામારીની વિરુદ્ધ દવા અને વેક્સિન વિકસિત કરવામાં લાગ્યા છે, પરંતુ આ રેસમાં બ્રિટન સૌથી આગળ નજર આવી રહ્યું છે.
ત્યારે હવે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે હવે બ્રિટનનાં વૈજ્ઞાનિકોનાં સંઘર્ષ અને પ્રયત્નની પ્રશંસા થઈ રહી છે. બ્લૂમબર્ગનાં ઓપિનિયન કૉલમમાં પ્રમુખ અમેરિકી અર્થશાસ્ત્રી ટાયલર કોવેને લખ્યું છે કે, કોરોના વાયરસની રોકથામ માટે બ્રિટિશ શોધકર્તાઓનાં પ્રયત્નની પ્રશંસા કરવામાં આવવી જોઇએ.
બ્રિટનમાં કોરોનાની વિરુદ્ધ દવા અને વેક્સિન વિકસિત કરવા માટે એક મોટો દવા પરીક્ષણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ વ્યાપક અભિયાનમાં 3,000થી વધારે ડૉક્ટરો અને નર્સોની મદદથી 12,000થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓની 176 દેશોમાં સારવાર ચાલી રહી છે. આ પરીક્ષણ આઈસીયૂમાં ગંભીર રૂપથી બીમાર લોકો પર કરવામાં આવી રહ્યું હતુ. કોરોના સંક્રમણનાં કારણે ત્યાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારે થયો છે.
દુનિયામાં અત્યારે 100થી વધારે દેશનાં વૈજ્ઞાનિકો કોરોના મહામારીની વિરુદ્ધ દવા અને વેક્સિન વિકસિત કરવામાં લાગ્યા છે, પરંતુ આ રેસમાં બ્રિટન સૌથી આગળ નજર આવી રહ્યું છે. આવા સમયે જ્યારે લોકો માટે આ મહામારીની સારવાર કરાવવી મોંઘી સાબિત થઈ રહી હતી ત્યારે બ્રિટને ગંભીર રીતે સંક્રમિત લોકો માટે રેન્ડમાઇઝ્ડ ડ્રગ ટ્રાયલ ટેકનોલોજી દ્વારા સસ્તો ઇલાજ શોધ્યો. પહેલા દર્દીઓની જે રીતે સારવાર કરવામાં આવી રહી હતી તે વધારે કારગર પણ નહોતી અને મોંઘી હતી.
લેન્ડર કોરોના વાયરસની વિરુદ્ધ એક સસ્તી પરીક્ષણ સિસ્ટમ સ્થાપિત કરવામાં નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે તેમના સહ-સંસ્થાપક પીટર હૉર્બી સંક્રામક રોગ નિષ્ણાત છે જે ગત વર્ષે ઠંડીની મોસમમાં વુહાનમાં કોરોના ડ્રગ પરીક્ષણોમાં સામેલ હતા, જ્યારે પહેલીવાર આ મહામારી સામેલ આવી હતી.
આ અધ્યયન ત્યારે થયું જ્યારે વધતા સંક્રમણનાં કારણે ચીની અધિકારીઓએ કઠોર લોકડાઉન લાગુ કરી દીધું. તે સમયે યૂરોપમાં કોરોનાનાં કેસ સામે આવવા લાગ્યા અને મને અહેસાસ થયો કે આપણે અહીં કામ કરવાની જરૂરિયાત છે.