હાલ આખો દેશ બંધ પડ્યો છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. જોકે, આ વચ્ચે કેટલીક જરૂરી સેવાઓ ચાલુ છે. તો જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી છે. કોરોનાથી બચવાનો સૌથી સારો ઉપાય એ જ છે કે લોકો ઘરમાં રહે. પરંતુ બંધ ઘરમાં રાશન-પાણી તો જરૂરી છે. તેથી તમે માર્કેટમાં તો જતા જ હશો. રૂપિયા અને સામાનની લે-વેચ કરતા હશો. આવામાં સવાલ એ થાય છે કે, શું સામાન અને રૂપિયા આપવા-લેવામાં ક્યાંક કોરોના વાયરસનો ખતરોતો નથી ને.
હાલમાં જ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સના ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખઈને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ગંદી નોટના માધ્યમથી કોરોના વાયરસથી ફેલાવાનો ખતરો તો નથી ને.
શક્ય છે કે, નોટ અને સિક્કા અલગ અલગ લોકોના સંપર્કમાં આવે છે, જેને કારણે તે દૂષિત થવાનો ખતરો સૌથી વધુ રહે છે. મોટાભાગના લોકો ગ્લોવ્ઝ પહેરીને આદાનપ્રદાન કરે છે. પરંતુ અનેક લોકોના હાથમાં ગ્લોવ્ઝ રહેતા નથી.
જોકે, એવુ કોઈ રિસર્ચ સામે આવ્યુ નથી કે જેનાથી એ માલૂમ પડે કે, કોરોના વાયરસ કરન્સી નોટોના માધ્યમથી ફેલાય છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને નોટોની જરૂરી સ્વચ્છતા રાખવાની સલાહ આપી છે.