ચીનના વૂહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસે ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કેન્દ્રની મોદી સરકારે આ જીવલેણ વાયરસને ફેલાય નહીં તે માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે. જોકે તેમ છતાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે. દેશના કેટલાંક રાજ્યોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો ઝડપથી વધી રહ્યાં છે.
જેને ધ્યાનમાં લઇને કેન્દ્રીય આરોગ્યતેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય 10 રાજ્યોમાં કેન્દ્રીય ટીમો તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ કેન્દ્રીય ટીમોમાં આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના સીનિયર અધિકારી, એક જોઇન્ટ સેક્રેટરી સ્તરના નોડલ અધિકારી અને એક પબ્લિક હેલ્થ એક્સપર્ટ સામેલ હશે.
આ ટીમ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં કોરોનાને રોકવાના ઉપાગોયાં કાર્ય કરી રહેલી રાજ્ય આરોગ્યની ટીમને મદદ કરશે. આ ટીમોને જે 10 રાજ્યમાં મોકલવામાં આવી રહી છે તેમાં ગુજરાત, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાાણા સામેલ છે.
આ કેન્દ્રની ટીમ પબ્લિક હેલ્થ એક્સપર્ટની કેન્દ્રિય ટીમ સિવાયની છે, જેઓને સૌથી વધારે કોરોના પ્રભાવિત જિલ્લાઓમાં પહેલાથી જ મોકલવામાં આવ્યાં છે. જો કે મુંબઇમાં કોરોના વાયરસ સામેની લડાઇની મદદ માટે એક ઉચ્ચસ્તરીય ટીમને તહેનાત કરવામાં આવી હતી.