આખા વિશ્વમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે હવે કેસની સંખ્યા જોઈને CAની તમામ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. CAની તમામ પરીક્ષાઓ જુલાઈ-ઓગસ્ટમાં પણ લેવી શક્ય ન હોવાથી અંતે રદ કરી દેવામા આવી છે. ઈન્સ્ટિટયુટ દ્વારા પરીક્ષાઓ કેન્સલ કરવાનું નોટિફિકેશન કરી દેવાયુ છે મે મહિનામાં પરીક્ષા આપનારા 3.25 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે નવેમ્બરની પરીક્ષા સાથે મર્જ કરાશે.
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે મે અને નવેમ્બર એમ બે વાર પરીક્ષા લેવામા આવે છે. ફાઉન્ડેશન,ઈન્ટરમીડિએટ અને ફાઈનલ સહિતની તમામ પરીક્ષાઓ બે સાયકલમાં લેવાતી હોઈ મે મહિનાની પરીક્ષાઓ કોરોનામાં નેશનલ લોકડાઉનને લીધે મોકુફ કરી દેવામા આવી હતી અને 19 જુનથી 4 જુલાઈ દરમિયાન પરીક્ષાઓ ગોઠવાઈ હતી. ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે મે અને નવેમ્બર એમ બે વાર પરીક્ષા લેવામા આવે છે
પરતુ નેશનલ લોકડાઉન વધતા અને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ફરીથી પરીક્ષાઓ મોકુફ કરી 29મી જુલાઈથી 16 ઓગસ્ટ દરમિયાન યોજવાનુ નક્કી કરાયુ હતું. સીએની પરીક્ષાઓને લઈને સુપ્રિમકોર્ટમાં પિટિશન પણ થી હતી.જે અંતર્ગત ઈન્સ્ટિટયુટ દ્વારા જે રાજ્યમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ન શકે તેઓને ઓપ્ટ-આઉટના ઓપ્શન આપવામા આવ્યા હતા અને જે વિદ્યાર્થીઓ આપવા માંગે છે અને નથી આપવા માંગતા તેઓ માટે 30 જુન સુધી રજિસ્ટ્રેશન પણ કરવામા આવ્યુ હતું.
જ્યારે બીજી બાજુ કોરોનાના કેસ વધતા કેટલાક રાજ્યોએ 31 જુલાઈ સુધી લોકડાઉન વધારી દેતા અને કેન્દ્ર સરકારે પણ 31 જુલાઈ સુધી કોલેજો-સ્કૂલો બંધ રાખતા સીએની પરીક્ષાઓ માટે સેન્ટરો મળી શકે તેમ ન હતા. ઉપરાંત અનેક રાજ્યોમાં કોરોનાના કેસો પણ ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહ્યા હતા. જેને પગલે અંતે ઈન્સ્ટિટયુટ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નોટિફિકેશન કરીને તમામ પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરાઈ છે.
મે મહિનાની સાયકલની ફાઉન્ડેશન, ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાઓ રદ કરી હવે નવેમ્બરની સાયકલ સાથે મર્જ કરાશે.ઈન્સ્ટિટયુટ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ વિદ્યાર્થીઓએ અગાઉ ચુકવેલી રજિસ્ટ્રેશન ફી નવેમ્બરની પરીક્ષામાં માફ કરાશે એટલે કે વિદ્યાર્થીઓએ નવેસરથી ફી નહી ભરવી પડે. મે મહિનાની પરીક્ષા હવે નવેમ્બરમાં આપી શકાસે.