કોરોના મહામારીને કારણે દરેક લોકો પરેશાન છે,બધા જીનજીવન ખોરવાઇ ગયું છે, ત્યારે કોરોનાના સંકટે આપણા સૌના જીવનને એક નવા રસ્તે લાવીને મુકી દીધુ છે એક બાજુ કોરોના મહામારીનું સંકટ તો બીજી બાજુ આર્થિક ફટકો. લોકો બેવડો માર ખાઇ રહ્યા છે. જો કે આવા સમયે કેટલીક કંપનીઓ એવી છે જેણે ખુબજ નફો કર્યો છે.
પરંતુ અમુક કંપનીઓ પણ છે આપણે વાત કરીશું આવી જ એક કંપનીની જેણે ખોટ નહી પણ કોરોનાકાળ અને લોકડાઉન વચ્ચે જંગી નફો નોંધાવ્યો છે.કોરોના કટોકટી અને લોકડાઉન દરમિયાન કંપનીની આ પ્રોડક્ટની રેકોર્ડ માંગને કારણે બમ્પર નફો કર્યો છે.
બીસ્કીટ બનાવતી કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડબલ ચોખ્ખો નફો નોંધાવ્યો છે.બિસ્કીટના પેકેટ સેંકડો કિલોમીટરના માર્ગ પરના સ્થળાંતરકારો માટે મદદરૂપ સાબિત થયા. કેટલાક લોકોએ તેને ખાઇને પેટનો ખાડો પૂર્યો તો કેટલીક સંસ્થાઓ આવા લોકોની સહાયમાં બિસ્કીટ વેંચ્યા.
લોકડાઉનમાં ખાવામાં સરળ અને જલ્દી મળી જતા હોવાથી લોકો બિસ્કીટ તરફ વળ્યા. વળી દરમાં બેસી રહેલા લોકો પણ સમયાંતરે ખાવા માટે બિસ્કીટ રાખવા લાગ્યા કેમકે લોકડાઉનમાં બીજી તમામ વસ્તુઓ મળતી બંધ થઈ હતી.
કોરોના સંકટને કારણે લોકડાઉન દરમિયાન બિસ્કિટ સહિતના ડેરી ઉત્પાદનોની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.મોટા પાયે લોકોએ બ્રિટાનિયાના બિસ્કિટ સહિતના અન્ય ઉત્પાદનોનો સંગ્રહ કર્યો, જેથી આગળ કોઈ મુશ્કેલી ન થાય. તાજેતરમાં પાર્લે-જીએ ઉત્કૃષ્ટ આવકના આંકડા રજૂ કર્યા હતા.
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરી કહે છે કે કોવિડ -19 રોગચાળાને કારણે અર્થતંત્રમાં વિક્ષેપ સર્જાયો હતો અને રોગચાળાને રોકવા માટે દેશભરમાં લોકડાઉને પણ અવરોધ ઉભો કર્યો હતો.