અરેન્જ મેરેજ સમાજમાં એક એવા લગ્ન હોય છે જેમાં છોકરા અને છોકરીઓનું મોટાભાગે 3 મીટિંગમાં નક્કી થઇ જતું હોય છે. એવામાં સામાન્ય રીતે છોકરીઓ મૂંઝવણ અનુભવતી હોય છે. એમાંથી અમે તમને છુટકારો મેળવવાની રીત જણાવી રહ્યા છે. જેની મદદથી તમારી મૂંઝવણ દૂર થઇ જશે અને નિર્ણય પણ લઇ શકશો. કોઇ અજાણ વ્યક્તિ સાથે સમગ્ર જીવન પસાર કેવી રીતે થશે એ જાણતા નથી અને તમે 3 મીટિંગ કરીને લગ્ન નક્કી કરી લો છો. અરેન્જ મેરેજ એક એવા મેરેજ છે જેમાં છોકરીઓ વધારે મૂંઝવણ અનુભવતી હોય છે. પરંતુ જો તમે છોકરાઓને આ પ્રશ્નો પૂછી લેશો તો તમારી મૂંઝવણ દૂર થઇ જશે.
લગ્ન પછી પાર્ટનર પાસેથી અપેક્ષાઓ શું છે, આ એક પ્રશ્ન છે જેના દ્વારા વાતો પણ શરૂ કરી શકાય છે અને બંનેની વિચારસરણી એક બીજાને મળે છે કે કેમ તે સરળતાથી શોધી શકાય છે. કારણ કે દરેક વ્યક્તિને જીવનસાથી વિશે ઘણાં સપનાં હોય છે. આ એક એવો પ્રશ્ન છે જેના દ્વારા તમને તમારા ભાવિ ભાગીદારના ભાવિ નિર્ણયો વિશે થોડી ખબર પડશે. જેમ કે એ પોતાનો વ્યવસાય કરવા માંગે છે અથવા અભ્યાસ ચાલુ રાખવા માગે છે. ઉપરાંત લગ્ન પછી શું કરવા માંગે છે. આવા પ્રશ્ન તમને તેના વ્યક્તિત્વ વિશે થોડો ખ્યાલ આપે છે.
તમારા જીવનસાથીને પૂછો કે તે લગ્ન પછી બીજા શહેરમાં અથવા વિદેશમાં સ્થાયી થવા માંગે છે. આવી સ્થિતિમાં તમે નક્કી કરી શકો છો કે શું તમે તેની સાથે બીજા શહેરમાં રહેવા માંગો છો. તમે તમારા પરિવારના સભ્યોને છોડવા માટે તૈયાર છો. આ તમામ બાબતોથી જાણશો કે તમે તમારી પૂરી જિંદગી તેની સાથે વિતાવી શકો કે નહીં. આજે પણ ઘણી વખત એવું બને છે કે પરિવારના દબાણ હેઠળ લોકો લગ્ન માટે સંહમત થાય છે. તમારે આ વિશે પ્રથમ મુલાકાતમાં જરુર શોધી કાઢવું જોઈએ અને પછી નિર્ણય લો.