અયોધ્યામાં રામ મંદિર અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં મંદિરના શિલાન્યાસની તારીખ અંગે ચર્ચા કરાઈ અને હવે ફરી વાર PM મોદીને આમંત્રણ આપવામાં આવશે.
મહત્વની વાતએ છે કે 3 કલાક સુધી મંદિર ટ્રસ્ટની બેઠક ચાલી હતી જેમાં PM મોદીને શિલાન્યાસ માટે આમંત્રણ મોકલવાનો ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે. આ બેઠકમાં મંદિર નિર્માણ શરુ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે જેના પર અંતિમ નિર્ણય PMO તરફથી લેવામાં આવશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પર બીજી બેઠકમાં મંદિર નિર્માણની તારીખ નક્કી કરીને વડાપ્રધાન મોદીને મોકલી આપવામાં આવી છે અને અંતિમ નિર્ણય વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.
ત્યારે યુપીના અયોધ્યામાં થયેલ બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચાંપત રાયે જણાવ્યું કે મંદિરનો પાયો નાખવા પહેલાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચંપત રાયે જણાવ્યું કે સોમપુરા દ્વારા જ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિર માટે પરિવારને દસ કરોડ રૂપિયા આપવામાં આવશે.
રામ મંદિર ટ્રસ્ટની બેઠક ચાર વાગ્યે શરુ થઇ હતી જેમાં ટ્રસ્ટના પદાધિકારીઓએ મંદિર નિર્માણ માટે કેટલાક મોટા નિર્ણયો લીધા છે અને તેના પર ચર્ચા કરવામાં આવી. આ પહેલા આરએસએસના સરકાર્યવાહક રહી ચુકેલા ડૉ. કૃષ્ણ ગોપાલ પણ અયોધ્યા પહોંચ્યા અને વીએચપી નેતા અને સંતો સાથે મુલાકાત કરી.
હવે પીએમ ત્રીજી કે પાંચમી ઓગસ્ટે અયોધ્યા આવે તેવી સંભાવના છે. જોકે હજુ સુધી તારીખ ફાઈનલ કરવામાં આવી નથી. રામલલા મંદિરના પૂજારી સત્યેન્દ્ર દાસે માગ કરીને ટ્રસ્ટની બેઠકમાં પીએમનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે જેથી વહેલામાં વહેલી તકે મંદિર નિર્માણ શરુ કરી શકાય.