દેશમાં જ્યારે નોટબંધી કરવામાં આવી હતી ત્યારે જ ભારત ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધતો જઇ રહ્યો છે. એ વાતના સંકેત તો પહેલા જ મળી રહ્યા હતા કે, ભારત ડિજિટલ પેમેન્ટ ઈકોનોમી તરફ આગળ વધી રહ્યો છે અને કેશ પર નિર્ભરતા ધીમે-ધીમે ઓછી કરી રહ્યો છે.
વર્ષ 2019ની ચોછી ત્રિમાસીકમાં પ્રથમ વખત તે જોવા મળ્યુ છે કે, કાર્ડ અને મોબાઈલ પેમેંટે ATM માંથી કાઢવાના પૈસાના આંકડાને પાછળ રાખી દીધો છે.આ દરમિયાન કુલ 10.57 લાખ કરોડ રૂપિયાનુ ટ્રાંજેક્શન કાર્ડ અને મોબાઈલ પેમેંટ થકી થયુ છે, જ્યારે કે, ATM થી લોકાએ 9.12 લાખ કરોડ રૂપિયા જ કાઢ્યા છે.
વર્ષ 2019માં એટીએમ કેશ વિડ્રોઅલને પછાડ્યા બાદ 2020ની પ્રથમ ત્રિમાસિકમાં પણ ડિજિટલ પેમેંટે બાજી મારી લીધી છે. આ દરમિયાન કુલ 10.97 લાખ કરોડ રૂપિયાનુ ટ્રાંજેક્શન કાર્ડ અને મોબાઈલ થકી થયુ છે.
જ્યારે કે, એટીએમ વિડ્રોએલમાં 5 ટકાના ઘટાડાની સાથે તે 8.66 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. કોરોનાના કારણે પણ ડિજિટલ પેંમેંટમાં ઘણો વધારો થયો છે.એસ એન્ડ પી ગ્લોબલ માર્કેટ ઈંટેલિજેંસે ફિનટેક એનાલિસ્ટ સંપત શર્મા નારિયનૂરએ કહ્યુ કે, આ ટ્રેંડ એપ્રિલ અને મે મહિનામાં ચાલતો રહ્યો છે. કારણ કે, લોકડાઉનના કારણે લોકોને ક્યાંય આવવા જવા પર પ્રતિબંધ હતો.
અત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો કેશમાંથી શિફ્ટ થઈને ડિજિટલ પેમેંટ કરી રહ્યા છે. સામાન્ય રીતે તો એપ્રિલમાં યૂપીઆઈ પેમેટ્સનો આંકડો ઘટીને 1.51 લાખ કરોડ પર આવી ગયો છે. તો મે મહિનામાં ફરીથી 2.18 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જે કોરોના પહેલાની સ્થિતિથી પણ વધારે છે.