આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ છે, ત્યારે આ દિવસે તેમને યાદ કરતાં પીએમ મોદીએ શ્રદ્ધાજલિ અર્પિત કરી છે. પીએમએ એક ટ્વિટમાં લખ્યું છે કે દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.
આજે તેઓની બીજી પુણ્યતિથિ છે. 2018માં દિલ્હી એઈમ્સમામં તેઓએ લાંબી બીમારી બાદ 93 વર્ષે છેલ્લા શ્વાસ લીધા હતા.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી રવિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ સદૈવ અટલ પર પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી.
ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ વડાપ્રધાન વાજપેયીને યાદ કરીને દેશના ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાજપેયીને યાદ કરતા એક ટ્વીટમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અટલજીના વિચારોને કેન્દ્રમાં રાખીને સુશાસન અને ગરીબ કલ્યાણના માર્ગ પર કાર્ય કરી રહી છે.
ભારતને વિશ્વમાં એક મહાશક્તિ બનાવવા કટિબધ્ધ છે. પૂજનીય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન. તેઓ કહ્યું કે અટલજીના કાર્યકાળમાં દેશે પહેલીવાર સુશાસનને ચરિતાર્થ થતો જોયો છે.
જ્યાં એક તરફ તેઓએ સર્વ શિક્ષા અભિયાન, પીએમ ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પરિયોજના જેવા વિકાસશીલ કાર્ય કર્યા છે તો અન્ય તરફ પોખરણ પરીક્ષણ અને કારગિલ વિજયથી મજબૂત ભારતની પણ શરૂઆત કરી હતી
રક્ષામંત્રી રાજનાથ સિંહે વાજપેયીને યાદ કરીને ટ્વિટ કરતાં લખ્યું છે કે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમને નમન કરું છું. ભારતના વિકાસ અને સામાન્ય લોકો માટે કરાયેલા તેમના કામને સદા યાદ રખાશે. ભારત માટે તેમના વિચાર ભાવી પેઢીને પ્રેરણા આપશે.
તેઓએ કહ્યું કે તેઓ એક ઉમદા સ્પીકર, અજાતશત્રુ, ઉદારવાદી લોકતાંત્રિક મૂલ્યોના વાહક, રાષ્ટ્રવાદી કવિ, કુશળ પ્રશાસક રહ્યા છે. કેન્જ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે સંસદમાં પક્ષમાં રહે કે વિપક્ષમાં તેઓની પાસેથી ઘણું શીખવા મળ્યું છે.