મિત્રો શ્રાવણ માસનો મહિમા કંઈક અલગ જ હોય છે. આ માસ માં શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ઘણા ખરા મિત્રો તેમની વ્યસ્તતાને લીધે ભગવાન શિવની પૂજા કરી શકતા નથી. પરંતુ આજે અમે તમારી માટે લાવ્યા છીએ આ 3 સરળ ઉપાય જેના થી તમે ભગવાન શિવની પૂજા કરી ને તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકશો. કેમકે ભોલેનાથ ભાવથી પ્રભાવિત હોય છે. સામગ્રી કે પ્રદર્શનથી નહી .
1. મિત્રો ભગવાન શિવીની પૂજામાં બીલીપત્ર નું મહત્વ ખાસ હોય છે. તેથી માત્ર સોમવારે જ નહી પણ શ્રાવણમાં ક્યારે પણ શિવલિંગ પર 21 બીલીપત્ર પર ચંદનથી “ૐ નમ: શિવાય” લખીને ચઢાવવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે.
2. ઘણા ખરા લોકોને લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે. જો તમારા જીવનમાં લગ્ન સંબંધી પરેશાનીઓ આવી રહી છે તો શ્રાવણના મહીનામાં શિવલિંગ પર કેસર મિશ્રિત દૂધ ચઢાવો, આવું કરવાથી લગ્ન સંબંધી દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે.
3. ભગવાન શિવ માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે. જો શ્રાવણમાં ગરીબોને ભોજન કરાવાય તો શિવજી પ્રસન્ન હોય છે. અને ઘરમાં ક્યારે અનાજની ઉણપ નહી હોય અને પિતરોને પણ શાંતિ મળે છે.